Get The App

શું કોમલ ભાભી પણ 'તારક મહેતા કા ઉલ્ટા...' શૉ છોડી ગયા? અભિનેત્રીએ જાતે કર્યો ખુલાસો

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
Komal Bhabhi reacts to rumours of leaving the show TMKOC


Komal Bhabhi reacts to rumours of leaving the show TMKOC : 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' શૉ ઘણા સમયથી તેની વાર્તા ઉપરાંત કલાકારોના શૉ છોડવાને કારણે પણ ચર્ચામાં છે. રોજ કોઈ ને કોઈ કલાકારના 'તારક મહેતા' છોડવાના સમાચાર આવતા રહે છે અને પછીથી તેનો ઇનકાર કરવામાં આવે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે મિસિસ કોમલ હાથીનું પાત્ર ભજવનાર અંબિકા રંજનકરે શૉ છોડી દીધો છે. આવા સમાચાર એટલા માટે આવ્યા કારણ કે અંબિકા શૉના છેલ્લા કેટલાક એપિસોડ્સમાં જોવા મળી નહોતી. એટલા માટે ચાહકો આવા અનુમાન લગાવી રહ્યા હતા.

થોડા દિવસ પહેલા 'જેઠાલાલ' દિલીપ જોષી અને 'બબીતા જી' મુનમુન દત્તાના પણ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' છોડવાના સમાચાર આવ્યા હતા. જોકે, બંને કલાકારોએ તેને અફવા ગણાવી હતી. હવે 'મિસિસ હાથી' એટલે કે અંબિકા રંજનકરે પણ તેમના એક્ઝિટ પર પ્રતિક્રિયા આપી છે.

અંબિકા રંજનકરે શૉ નથી છોડ્યો

અંબિકા રંજનકરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'ના, મેં શૉ નથી છોડ્યો. હું 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'નો ભાગ છું જ.' આ સાથે જ અભિનેત્રીએ શૉમાંથી ગાયબ થઈ જવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, 'હું કેટલાક અંગત કારણોસર દૂર હતી. મને મારા માટે થોડો સમય જોઈતો હતો.' અંબિકા રંજનકરે હવે જ્યારે બધું સ્પષ્ટ કરી દીધું છે, ત્યારે ચાહકો રાહતનો શ્વાસ લઈ શકે છે. આખરે તે છેલ્લા 17 વર્ષથી શૉનો ભાગ છે અને ચાહકો તેમને જ 'મિસિસ હાથી'ના રોલમાં પસંદ કરે છે.

આ પણ વાંચો: ન્યૂયોર્કમાં રશ્મિકા અને વિજયનું નવ પરણિત દંપતી જેવું વર્તન

આ કલાકારો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' છોડી ચૂક્યા છે

અત્યાર સુધી જે કલાકારોએ 'તારક મહેતા' શૉ છોડ્યો છે, તેમની વાત કરીએ તો, 2024માં કુશ શાહે શૉ છોડ્યો, શૉમાં તેણે ગોલી હંસરાજ હાથીનું પાત્ર ભજવ્યું હતું. આ પહેલા દિશા વાકાણી, ગુરુચરણ સિંહ, નેહા મહેતા, શૈલેષ લોઢા, ભવ્ય ગાંધી, રાજ અનાદકત, જેનિફર મિસ્ત્રી બંસીવાલ, ઝીલ મહેતા, મોનિકા ભદોરિયા અને નિધિ ભાનુશાલીનું નામ સામેલ છે.

શું કોમલ ભાભી પણ 'તારક મહેતા કા ઉલ્ટા...' શૉ છોડી ગયા? અભિનેત્રીએ જાતે કર્યો ખુલાસો 2 - image

Tags :