ન્યૂયોર્કમાં રશ્મિકા અને વિજયનું નવ પરણિત દંપતી જેવું વર્તન
- ચાહકોએ ઓનલાઈન જ ઓવારણાં લીધાં
- જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર બંને એકમેકની આંખોમાં તાકીને બેસી રહ્યાં હતાં
મુંબઈ : ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેવા ગયેલાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા જાહેરમાં જાણે કોઈ નવપરણિત દંપતી હોય તેમ જ વર્ત્યાં હતાં. તે જોઈને ચાહકોએ તેમનાં ઓનલાઈન ઓવારણાં લીધાં હતાં અને હવે બંને વહેલી તકે તેમના રિલેશનશિપને ઓફિશિયલ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
રશ્મિકા આ કાર્યક્રમમાં યલો ગોલ્ડન સાડીમાં સજ્જ થઈને આવી હતી. સ્ટેજ પર બંને એકબીજાની સામે ક્યાંય સુધી આંખો મિલાવીને બેસી રહ્યાં હતાં. બંને વારંવાર એકમેકનો હાથ પકડવા તથા છોડવાનો પ્રયાસ કરતા હતા. રશ્મિકાના ચહેરા પર લજ્જા દેખાતી હતી.
રશ્મિકા અને વિજય લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હોવાનું કહેવાય છે. અગાઉ તેઓ સોશિયલ મીડિયા પર એકસરખા ફોટા મૂકતા હતા તેના પરથી તેઓ સાથે હોવાનો ખ્યાલ આવતો હતો. જોકે, હવે તેઓ જાહેરમાં પણ સાથે દેખાવા માંડયાં છે.
તાજેતરમાં રશ્મિકાએ વિજયના ઘરે જ ફોટો સેશન કર્યું હતું અને તેમાં વિજયની માતાએ તેેને આપેલી ગિફ્ટસ તથા વિજયે જ આ ફોટા પાડયા હોવાનો સાંકેતિક ઉલ્લેખ કર્યો હતો.