'જેઠાલાલ' અને 'બબિતા'એ છોડી દીધું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'?, આજકાલ દેખાતા નહીં હોવાથી ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

TMKOC: સોની સબ ચેનલની જાણીતી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીની જોડીને સૌ કોઈ જાણે છે. પણ હાલના એપિસોડમાં તે બંને કલાકાર જોવા નથી મળી રહ્યા. તેમની ગેરહાજરીને કારણે એવી અફવાઓ ફેલાઈ રહી છે કે તે બંનેએ આ સીરિયલમાં કામ કરવાનું છોડી દીધું છે.
ભૂતિયા બંગલામાં રજાનો આનંદ
દિલીપ જોશી અને મુનમુન દત્તા TMKOCથી બહાર થવાની અફવાઓ ત્યારથી શરૂ થઈ જ્યારથી દર્શકોએ જોયું કે જેઠાલાલ અને બબીતાજી લાંબા સમયથી હાલમાં ચાલી રહેલા ‘ભૂત’ની સ્ટોરીથી ગાયબ છે. સીરિયલમાં જોવા મળી રહ્યું છે કે ગોકુલધામ સોસાયટીના બધા સભ્યો એક ભૂતિયા બંગલામાં રજાઓનો આનંદ માણી રહ્યા છે, જ્યાં બાપૂ જી, પોપટલાલ, સોઢી, તારક મહેતા અને અને સીરિયલના અન્ય પાત્ર અંજલિ સાથે આ રજાઓમાં જોડાયા છે. જ્યારે જેઠાલાલ અને બબીતા જી ગાયબ છે.
આ પણ વાંચો :હાનિયા આમિર મુદ્દે વધતો વિવાદ: દિલજીતની ફિલ્મની અભિનેત્રી 'સરદારજી 3'થી અલગ થઈ
જેઠાલાલ ક્યાં ગયા છે?
એક રિપોર્ટ મુજબ, શોના પ્રોડક્શન હાઉસે પુષ્ટિ કરી હતી કે મુનમુન દત્તા અને દિલીપ જોશી હજુ પણ સીરિયલનો ભાગ છે. જ્યારે સીરિયલમાં એવું દેખાડવામાં આવેલું કે જેઠાલાલ એક બિઝનેસ ટ્રિપ પર ગયા છે, જ્યારે બબીતા અને અય્યર મહાબશળશ્વરમાં રજાઓ માણી રહ્યા છે.








