FOLLOW US

ટાઈગર શ્રોફની ફિલ્મ 'Ganapath'નું નવું પોસ્ટર રિલીઝ, ધાંસૂ લુકમાં નજર આવ્યો એક્ટર

Updated: Sep 18th, 2023


- ફિલ્મ 20 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

મુંબઈ, તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર

બોલીવુડના ફિટનેસ ફ્રીક ટાઈગર શ્રોફ હાલમાં ફિલ્મ ગણપતને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ફરીથી એક્શન અવતારમાં નજર આવશે. તાજેતરમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ટાઈગર ધાકડ લુકમાં નજર આવી રહ્યો છે. ટાઈગરનું આ લુક ગણેશ ચતુર્થી પર રિવીલ કરવામાં આવ્યું છે. આ સાથે જ પોસ્ટર દ્વારા ફિલ્મની રિલીઝ ડેટની પણ ઘોષણા કરી દેવામાં આવી છે.

ટાઈગરની ફિલ્મ 'ગણપત'નું પોસ્ટર રિલીઝ

'ગણપત'નું આ નવું પોસ્ટર ટાઈગર શ્રોફે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યું છે. જેમાં ટાઈગરે પોતાના હાથ પર એક રેડ પટ્ટી બાંધી છે. જેના પર આગ લાગેલી નજર આવી રહી છે. પોસ્ટરમાં ટાઈગર ખૂબ જ ઈન્ટેસ લુકમાં નજર આવી રહ્યો છે. પોસ્ટર શેર કરતા ટાઈગરે લખ્યું- ઉસકો કોઈ ક્યા રોકેગા.. જબ બપ્પા કા હે ઉસપે હાથ... આ રહા હે ગણપત કરને એક નઈ દુનિયા કી શરૂઆત.... આ દશેહરા પર. ફિલ્મ 20 ઓક્ટોબરમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

કૃતિ સેનન સાથે નજર આવશે ટાઈગર

ટાઈગર શ્રોફની આ ફિલ્મ એક પેન ઈન્ડિયા ફિલ્મ છે. જેમાં 9 વર્ષ બાદ તેની જોડી કૃતિ સેનન સાથે જોવા મળશે. ફિલ્મમાં ફરી એક વખત બંને પોતાની જબરજસ્ત કેમેસ્ટ્રીથી પડદા પર આગ લગાવશે. આ અગાઉ આ જોડી ફિલ્મ 'હિરોપંતી'માં નજર આવી હતી. જે બંનેની પહેલી ફિલ્મ હતી. 

ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 23 ઓક્ટોબરના રોજ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં વિશ્વભરમાં રિલીઝ થશે. હવે ફિલ્મના પોસ્ટરે ચાહકોમાં ફિલ્મ માટેની આતુરતા વધારી દીધી છે.


Gujarat
English
Magazines