ટાઇગર શ્રોફે લોકડાઉનમાં પોતાની સિંગિંગ સ્કિલને સુધારી
- ફિલમ હીરોપંતી ટુ દ્વારા અભિનેતા ગાયક બને તેવી શક્યતા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.16 જુલાઈ 2020, ગુરુવાર
સલમાન ખાન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવા ઘણા બોલીવૂડના કલાકારો જેઓ ફિલ્મમાં એકટિંગની સાથેસાથે ગાયકી પર પણ હાથ અજમાવે છે. હવે આ યાદીમાં ટાઇગર શ્રોફનું નામ પણ જોડાવાનું છે. ટાઇગરે પોતાની અદાકારી, ડાન્સિંગ અને જબરદસ્ત એકશન દ્વારા પોતાને સક્ષમ સાબિત કરી દીધો છે હવે ફેન્સને તેનો નવો હુન્નર જલદી જોવા મળશે.
ટાઇગર શ્રોફ લોકડાઉન દરમિયાન ઘરમાં જ હોવાથી તેણે પોતાની સિંગિંગ સ્કિલને ઇમ્પુરવ કરી છે. સૂત્રના અનુસાર ટાઇગરનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન તેને સિંગિંગ શીખવામાં બહુ મજા આવી હતી. હવે હું એ લાઇનો સાથે એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું તેમ ટાઇગરે જણાવ્યું હતું.
કહેવાય છે કે ટાઇગર પોતાની આવનારી ફિલ્મ હીરોપંતી ટુમાં ગીત ગાતો સાંભળવા મળશે. પરિસ્થિતિ સુધરતા જ ટાઇગર હીરોપંતી ટુનું શૂટિંગ શરૂ કરશે.
ટાઇગર જ નહીં તેના પિતા જેકી શ્રોફને પણ સંગીતનો બહુ શોખ છે. તેઓ એવરગ્રીન અભિનેતા દેવ આનંદના ગીતો ગણગણતા હોય છે.