સુકેશને મળવા તિહાડ જેલમાં જતી હતી આ અભિનેત્રીઓ અને મીઠાઈના બોક્સમાં...

Updated: Jan 25th, 2023


- સુકેશ ચંદ્રશેખરના સ્પેશિયલ વોર્ડમાં આલીશાન ઓફિસ હતી

મુંબઈ, તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર

સુકેશચંદ્રના કેસમાં ફરીથી એક નવી ચોંકાવનારી માહિતી સામે આવી છે. દિલ્હી પોલીસ દ્વારા ફાઈસ કરવામાં આવેલી ચાર્જશીટ પ્રમાણે જે અભિનેત્રીઓ મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેલમાં મળવા મટે આવતી હતી તે મીઠાઈના ડબ્બાઓમાં નોટો લઈને પરત ફરતી હતી. સુકેશ ચંદ્રશેખરના સ્પેશિયલ વોર્ડમાં આલીશાન ઓફિસ બનેલી હતી. આ ઓફિસની રેકમાં અને ફ્રીજમાં મીઠાઈના ઘણા બધા બોક્સ રાખલામાં આવતા હતા.

મીઠાઈના બોક્સમાં નોટ મૂકતો હતો સુકેશ

જે પણ વ્યક્તિ સુકેશને મળવા જતા તેની નજરમાં આ મીઠાઈના બોક્સ આવતા. પોલીસની ચાર્જશીટ પ્રમાણે સુકેશ આ જ મીઠાઈઓના બોક્સમાંથી કેશ કાઢીને લોકોને આપતો હતો. ઘણી અભિનેત્રીઓએ આ બોક્સમાંથી કેશ લઈને ગઈ હતી. ચાર્જશીટ પ્રમાણે, જ્યારે અભિનેત્રીઓ તિહારમાં સુકેશને મળવા જતી ત્યારે ત્યાં ચંદ્ર ભાઈઓ સંજય અને અજય સામાન્ય રીતે હાજર રહેતા હતા.  

સંજયે કરાવ્યો હતો સુકેશ સાથે પરિચય

પિંકી ઈરાનીએ પોલીસને જણાવ્યું હતું કે યૂનિટેકના પ્રમોટર સંજય ચંદ્રાએ જ તેમનો પરિચય સુકેશ સાથે કરાવ્યો હતો. પોલીસે પોતાની ચાર્જશીટમાં સુકેશની રાજદાર ઈરાનીને પણ આરોપી બનાવી છે. દિલ્હી પોલીસ પ્રમાણે સુકેશે મીઠાઈઓના બોક્સમાં રાખેલા કેશથી પિંકી અને અન્ય અભિનેત્રીઓને પેમેન્ટ કર્યું હતું. 

જેકલીન અને નોરાને પણ બંડલનું વિતરણ કરવામાં આવ્યું?

અભિનેત્રીઓએ પણ સુકેશે મીઠાઈના બોક્સમાંથી નોટોના બંડલ કાઢતા જોયો હોવાની વાત માની હતી. સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી સહિત તમામ અભિનેત્રીઓને મોંઘી ભેટ આપી હતી. પિંકી ઈરાનીઓ પોલીસને જણાવ્યું હતું કે સુકેશની ઓફિસમાં ફ્રીજ, ટી.વી., કોમ્પ્યુટર સહિત તમામ પ્રકારના મીઠાઈના બોક્સ પણ મૂકેલા હતા જેમાં તે નોટોનાં બંડલ રાખતો હતો.

    Sports

    RECENT NEWS