Entertainment

ભારતે ઓસ્કરમાં મોકલેલી હોમબાઉન્ડમાં થિયેટરો ખાલીખમ

By GS TEAM
28 Sep 20251 min read
ભારતે ઓસ્કરમાં મોકલેલી હોમબાઉન્ડમાં થિયેટરો ખાલીખમ

- બે દિવસમાં માંડ 80 લાખ કમાણી

- ફિલ્મ ફેસ્ટિવલોમાં ચાલે ફિલ્મ બોક્સ ઓફિસ પર ન ચાલે તે ફરી પુરવાર

મુંબઇ: બોલીવૂડમાં એક માન્યતા છે કે જે ફિલ્મ દેશી-વિદેશી  ફિલ્મ ફેસ્ટિવલોમાં ચાલે તે ટિકિટબારી  પર ભાગ્યે જ ચાલતી હોય છે. જાહ્નવી કપૂર  અને ઈશાન ખટ્ટરની ફિલ્મ 'હોમ બાઉન્ડ'માં આ વાત ફરી પુરવાર થઈ છે. 

આ ફિલ્મ થિયેટરમાં બે દિવસમાં માંડ ૮૦ લાખની કમાણી કરી શકી છે. આ ફિલ્મને ભારત દ્વારા ઓસ્કર એવોર્ડ માટે સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી છે. પરંતુ, સામાન્ય દર્શકોને આ ફિલ્મ બહુ નીરસ લાગી છે. 

કરણ જોહર જેવા બોલીવૂડના ખેરખાંએ  પ્રોડયૂસ કરી હોવા છતાં અને નીરજ ઘાયવાન જેવા કાબેલ દિગ્દર્શકનું સર્જન છતાં આ ફિલ્મ પ્રેક્ષકોને જરા પણ આકર્ષી શકી નથી. છેલ્લા બે દિવસથી તેના શોમાં થિયેટર્સમાં માંડ ૧૦ ટકા  પ્રેક્ષકો નોંધાયા છે. 

મુંબઈ જેવાં સેન્ટરમાં જ્યાં આર્ટ ફિલ્મોનું ઓડિયન્સ છે ત્યાં પણ આ ફિલ્મ જોવા કોઈ ફરક્યું નથી. ગણ્યાગાંઠયા સમીક્ષકોએ ફિલ્મને વખાણી છે બાકી સામાન્ય જનતાને તે  પસંદ પડી નથી.