Entertainment

'ધ વૉકિંગ ડેડ' સીરિઝની જાણીતી અભિનેત્રીનું માત્ર 33 વર્ષની વયે નિધન, બ્રેન કેન્સરે લીધો જીવ

By GS TEAM
7 Aug 20252 mins read
TukuTouch Logo
પોપ્યુલર સિરીઝ ‘ધ વોકિંગ ડેડ’માં એડીની ભૂમિકા ભજવનાર હૉલિવૂડની 33 વર્ષીય અભિનેત્રી કેલી મેકનું બે ઓગસ્ટ નિધન થયું હતું. હોમટાઉન સિનસિનાટીમાં તેણે છેલ્લી શ્વાસ લીધી હતી. રિપોર્ટ્સ મુજબ, તે 'વો ગ્લિઓમા' નામના બ્રેન કેન્સરથી પીડાઈ રહી હતી, જે એક દુર્લભ બીમારી છે,જેની મગજ પર સીધી અસર કરે છે.કેલીની બહેન કૈથરીને 5 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ મૂકી બહેનના નિધનની જાણકારી આપી હતી. તેણે લખ્યું, 'મારી લાડકી કેલી હવે આ દુનિયામાં નથી રહી. તે ખૂબ જ સ્ટ્રોંગ હતી.' તેણે જણાવ્યું કે કેલીની માતા ક્રિસ્ટન અને આંટી કરેન, બંને તેના છેલ્લા સમયમાં તેની સાથે હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ધ વૉકિંગ ડેડ' સીરિઝની જાણીતી અભિનેત્રીનું માત્ર 33 વર્ષની વયે નિધન, બ્રેન કેન્સરે લીધો જીવ

image source: Instagram/Kelley Mack

Kelley Mack Passed Away: પોપ્યુલર સિરીઝ 'ધ વોકિંગ ડેડ'માં એડીની ભૂમિકા ભજવનાર હૉલિવૂડની 33 વર્ષીય અભિનેત્રી કેલી મેકનું બે ઓગસ્ટ નિધન થયું હતું. હોમટાઉન સિનસિનાટીમાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. રિપોર્ટ્સ મુજબ, તે 'વો ગ્લિઓમા' નામના બ્રેન કેન્સરથી પીડાઈ રહી હતી, જે એક દુર્લભ બીમારી છે, જેની મગજ પર સીધી અસર કરે છે. કેલીની બહેન કૈથરીને 5 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ મૂકી બહેનના નિધનની જાણકારી આપી હતી. તેણે લખ્યું, 'મારી લાડકી કેલી હવે આ દુનિયામાં નથી રહી. તે ખૂબ જ સ્ટ્રોંગ હતી.' તેણે જણાવ્યું કે કેલીની માતા ક્રિસ્ટન અને આંટી કરેન, બંને તેના છેલ્લા સમયમાં તેની સાથે હતી. 

ઘણા હીટ પ્રોજેક્ટનો ભાગ રહી છે કેલી મેક 

‘ધ વોકિંગ ડેડ’ના સિઝન 9માં કેલીએ 5 એપિસોડમાં કામ કર્યું હતું. જોકે, સીરિઝમાં તેની ભૂમિકા નાની હતી. પણ તેણે તેના અભિનયથી દર્શકો પર ઊંડી છાપ છોડી હતી. આ સીરિઝ બાદ તેને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી. ત્યારબાદ તેણે ‘9-1-1’, ‘શિકાગો મેડ’, અને ‘Schooled’ જેવા ટીવી શોમાં પણ યાદગાર ભૂમિકા ભજવી છે. તેમણે હેરી શુમ જુનિયર સાથે એક ઇન્ડી ફિલ્મ ‘બ્રોડકાસ્ટ સિગ્નલ ઇન્ટ્રૂઝન’માં પણ કામ કર્યું હતું.

આ પણ વાંચો: વૈભવી જીવન છોડી ગામમાં જઇને વસી ગઇ જેકી શ્રોફની દીકરી, 2 દિવસમાં હાલત બગડી

કોણ હતી કેલી મેક?

કેલીનો જન્મ 10 જુલાઈ, 1992 ના રોજ સિનસિનાટીમાં થયો હતો. તેનું સાચું નામ કેલી લિન કલેબેનો હતું. બાળપણથી જ તેણે અભિનયનો શોખ હતો. અને અમુક કોમર્શિયલ એડમાં પણ તે નજર આવી હતી. ત્યારબાદ તેણે NYUના ટિશ સ્કૂલ ઑફ ધી આર્ટસમાં અભ્યાસ કર્યો હતો. અહીં તે એક શોર્ટ ફિલ્મ ‘The Elephant Garden’ માટે એવોર્ડ પણ જીતી હતી, જે 2008માં ટ્રાઇબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ હતી. 

કેલી મેકની છેલ્લી પોસ્ટ 

ઇન્સ્ટાગ્રામની છેલ્લી પોસ્ટમાં કેલીએ ‘Universal’ વિશે લખ્યું હતું કે આ એક કોમેડી-સાયન્સ ફિક્શન ફિલ્મ છે, જેમાં કેટલાક રિસર્ચર રોમેન્ટિક વેકેશન પર જાય છે, ત્યાં એક અજાણ્યો વ્યક્તિ તેમની મદદ માગે છે, જેનાથી શક્ય છે કે દુનિયાની સૌથી મોટી વસ્તુની શોધ થઈ જાય. આ ફિલ્મ તેણે પ્રોડ્યૂસ કરી હતી. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.