Entertainment

ફરદીન, તાપસી પન્નુ અને એમી વિર્કની ત્રિપુટી કોમેડી ફિલ્મમાં જોવા મળશે

By GS TEAM
23 Aug 20251 min read
ફરદીન, તાપસી પન્નુ અને એમી વિર્કની ત્રિપુટી કોમેડી ફિલ્મમાં જોવા મળશે

- દિગ્દર્શક મુદસ્સર અઝીઝની આ ફિલ્મ જમાના ક્યા કહેગા ટાઇટલ ધરાવતી હશે

મુંબઇ : ફરદીન ખાન, તાપસી પન્નુ અને એમી વિર્કની ત્રિપુટી દિગ્દર્શક મુદ્સ્સર અઝીઝની કોમેડી ફિલ્મ જમાના ક્યા કહેગામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે અને એક જ શેડયુલમાં પુરી કરવામાં આવશે. ફિલ્મને ૨૦૨૬માં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. કહેવાય છે કે, મુદસ્સર અઝીઝની આ ફિલ્મ હૈપ્પી ભાગ જાયેગી જેવી બનશે, જેમાં એક પછી એક મજેદાર સિચ્યુએશન બનતી જોવા મળશે. 

રસપ્રદ છે કે, જમાના ક્યા કહેગા ફિલ્મની વાર્તા પણ મુદસ્સર અઝીઝે લખી છે.

આ ફિલ્મનું શૂટિંગ ભારત અને યૂકેમાં કરવામાં આવશે.  અમિત રાય આ ફિલ્મનું દિગ્દર્શન કરીને દિગ્દર્શક તરીકેની કારકિર્દી શરૂ કરશે, તેણે ડંકી, એનિમલ અને દેવા જેવી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. 

મુદ્સ્સર અઝીઝ હાલમાં જ પોતાની આવનીરી ફિલ્મ પતિ પત્ની ઓર  વોટુ માટે ચર્ચામાં હતો.  આ ફિલ્મની રિલીઝ ૨૦૨૬માં કરવામાં આવશે.