FOLLOW US

આમિર ખાન અને ફાતિમા સના શેના અફેરની અટકળો ફરી શરુ

Updated: May 25th, 2023


- બંને સાથે પિકલબોલ રમતાં જોવા મળ્યાં

- સોશિયલ મીડિયા પર ટીકાઓની ઝડી વરસી, બંને વચ્ચે 27 વર્ષનો તફાવત છે

મુંબઇ : આમિર ખાન અને ફાતિમા સના શેખ પિકલ બોલની ગેમ સાથે રમી રહ્યાનો વીડિયો વાયરલ થતાં બંનેના અફેરની અફવાઓ ફરી શરુ થઈ છે. જોકે, લોકોએ આમિરને ભારે ટ્રોલ કર્યો હતો. 

ફાતિમા સના શેખની વય ૩૧ વરસ અને આમિર ખાન ૫૮ વરસનો છે. બન્ને વચ્ચે વયમાં ૨૭ વરસનો તફાવત છે. 'દંગલ' ફિલ્મ પછી તેમનાં અફેરની અફવાઓ શરુ થઈ હતી. એક તબક્કે તો બંનેએ ખાનગીમાં લગ્ન કરી લીધાં છે એવી અફવાઓ પણ ચર્ચાઈ હતી. 

આમિર અને બીજી પત્ની કિરણનાં લગ્નજીવનનાં અંત માટે આમિર અને ફાતિમા સના શેખની વધેલી નિકટતા જ જવાબદાર હોવાનું ચર્ચાયું હતું. . 

આમિર ખાન પહેલાં ે રીમા  દત્તાઅને પછી કિરણ રાવએમ બંનેને છૂટાછેડા આપી ચૂક્યો છે. રીનાથી આમિરને  પુત્ર ઝુનેદ એને દીકરી ઈરા છે. ઈરાએ તાજેતરમાં જ સગાઈ કરી છે. આમિર અને કિરણે  ૧૫ વરસના લગ્નજીવન પછી છૂટાછેડા લીધા હતા. તેમને આઝાદ રાવ ખાન નામનો પુત્ર પણ છે.

Gujarat
IPL-2023
Magazines