પેશાવરમાં આવેલી રિશી કપૂરની હવેલી માટે હવે પાક્સ્તિાન સરકારે નિર્ણય બદલ્યો
- 102 વર્ષ જૂની હવેલીને મ્યુઝિયમમાં ફેરવવાની વાત હતી જેનો હવે ઇનકાર
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.04 મે 2020, સોમવાર
પાકિસ્તાનના પેશાવરમાં રિશી કપૂરની ૧૦૨ વરસ જુની હવેલી છે. જોકે આ ઇમારત હાલ બિસ્માર હાલતમાં છે. ૨૦૧૮માં રિશીએ પાકિસ્તાન સરારને વિનંતી કરી હતી કે તે કપૂર હવેલીને મ્યુઝિયમમાં ફેરવવા ઇચ્છે છે. સરકારે તેનો અનુરોધ સ્વીકાર પણ કર્યો હતો. પરંતુ હવેના રિપોર્ટ પ્રમાણે સરકારે ફંડની અછત બનાવીને મ્યુઝિમમાં ફેરવવાનો ઇનકાર કર્યો છે.
સૂત્રના પ્રમાણે હવેલીને લઇને એ યોજના હતી કે તેના બહારના ભાગને સંરક્ષિત રાખવામાં આવે જ્યારે અંદરના હિસ્સાને રિપેર કરીને મ્યુઝિયમમાં ફેરવવામાં આવે. પરંતુ હાલ આર્થિક મુશ્કેલીઓ ચાલી રહી હોવાથી આમ થવાની શક્યતા કોઇ દેખાતી નથી.
પાકિસ્તાનમાં પણ કપૂર પરિવારનું નામ જાણીતું છે. રિશીના નિધનના સમાચાર સાંભળીને લોકો આ હવેલી પાસે જમા થઇ ગયા હતા. રિશીને આ હવેલીથી લગાવ હતો. ૨૦૧૭માં તેણે ટ્વીટ કર્યું હતું કે, હું ૬૫ વરસનો છું અને મરતા પહેલા પેસાવર જવા માંગુ છું. મારી ઇચ્છા છે કે મારી પત્ની અને મારા સંતાનો વારસાગત હવેલીને જુએ.
પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં આ હવેલી છે. જે કપૂર હવેલી તરીકે ઓળખાય છે.પૃથ્વીરાજ કપૂરનાપિતા અને રિશીના પરદાદા દીવાન બશેશ્વરનાથ કપૂરે ૧૯૧૮-૧૯૨૨ દરમિયાન આ હવેલી બનાવી હતી.
સ્વ. રાજ કપૂરનો જન્મ પણઆ જ હવેલીમાં થયો હતો. આ હવેલીમાં ૪૦ ઓરડા છે અને અંદરથી પણ ભવ્ય છે.
જોકે અત્યારે આ હવેલી જર્જરિત થઇ ગઇ છે. પહેલા આ હવેલી પાંચ મજલાની હતી પરંતુ ભૂંકપના કારણે આ ઇમારતમાં તિરાડ પડી ગઇ હતી પરિણામે તેના ઉપરના ત્રણ માળને તોડી પાડવામાં આવ્યો હતો.
જોકે આ હવેલીનો માલિક હવે હાજી ઇસરાર શાહ છે તેનું કહેવું છે કે તેના પિતાએ ૮૦ના દાયકામાં આ હવેલી ખરીદી હતી. જોકે હવે આ હવેલી ખાલી પડી છે તેમાં વરજવર બિલકુલ નથી. ૧૯૪૭ના ભાગલા પછી કપૂર ખાનદાને આ હવેલી છોડી દીધી હતી.