Entertainment

સ્ત્રીના સર્જકો હવે શ્રદ્ધા કપૂરને લઈ મ્યુઝિક ફિલ્મ બનાવશે

By GS TEAM
22 Aug 20251 min read
સ્ત્રીના સર્જકો હવે શ્રદ્ધા કપૂરને લઈ મ્યુઝિક ફિલ્મ બનાવશે

- લક્ષ્મણ ઉત્તેકર દિગ્દર્શન કરે તેવી સંભાવના

- શ્રદ્ધા નર્તકીની ભૂમિકા ભજવવાની હોવાથી કલાસિકલ ડાન્સની પ્રેક્ટિસ શરુ કરી દીધી

મુંબઇ : શ્રદ્ધા કપૂરની કેરિયરમાં 'સ્ત્રી' અને 'સ્ત્રી ટુ' ફિલ્મો મહત્વની સાબિત થઈ હતી. આ  ફિલ્મોના નિર્માતા દિનેશ વિજને હવે શ્રદ્ધાને એક ઐતિહાસિક ફિલ્મ માટે સાઈન કરી છે. 

ફિલ્મનું  દિગ્દર્શન 'છાવા'ના દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર કરવાના છે. આ એક મ્યુઝિકલ ફિલ્મ હશે. જેનું શૂટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવશે. ફિલ્મનું નિર્માણ છ મહિના સુધી ચાલશે અને ૨૦૨૬ના ઉતરાર્ધમાં  રીલિઝ કરવામાં આવશે. 

આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર એક નર્તકીના રોલમાં જોવા મળશે. શ્રદ્ધાએ તૈયારીના ભાગરુપે ક્લાસિકલ ડાન્સની તાલીમ પણ શરુ  કરી દીધી હોવાનું કહેવાય છે.