Entertainment

લવ એન્ડ વોરનો ફર્સ્ટ લૂક આવતા મહિને રીલિઝ કરાશે

By GS TEAM
8 Aug 20251 min read
લવ એન્ડ વોરનો ફર્સ્ટ લૂક આવતા મહિને રીલિઝ કરાશે

- રણબીરના જન્મદિવસનું મુહૂર્ત નક્કી કરાયું

- ફિલ્મનું મહત્વનું શૂૂટિંગ પૂર્ણ, આવતા માર્ચ મહિનામાં રીલિઝ કરવાનું પ્લાનિંગ

મુંબઇ : રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલની ફિલ્મ 'લવ એન્ડ વોર'નો ફર્સ્ટ લૂક આવતા મહિને રીલિઝ થાય તેવી શક્યતા છે. 

સર્જક સંજય લીલા ભણશાળીએ રણબીર કપૂરના જન્મદિવસે ફિલ્મનો ફર્સ્ટ લૂક પ્રગટ કરવાનું નક્કી કર્યું છે. 

ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મ આવતા માર્ચમાં રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. આ ફિલ્મ  રાજ કપૂરની 'સંગમ'ની રીમેક હોવાનું મનાય છે. 

થોડા દિવસો અગાઉ અહેવાલો  હતા કે પ્રિયંકા ચોપરા કદાચ આ ફિલ્મમાં એક સ્પેસ્યલ સોંગ કરે તેવી સંભાવના છે. પ્રિયંકાએ સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'રામ લીલા'ના પોતાનાં સોંગને યાદગીરી સોશિયલ મીડિયા પર શેર કરી તે પછી આ અટકળો  પ્રસરી  છે.