સુશાંત સિંહ રાજપૂતના જીવન પરથી પ્રેરણા લઇને બનાવવામાં આવશે ફિલ્મ
- ફિલ્મનું પહેલું પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.20 જુલાઈ 2020, સોમવાર
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કારણે બોલીવૂડમાં ભાઇ-ભત્રીજાવાદનો વિવાદ ઊભો થયો છે. પોલીસ કેસમાં બોલીવૂડના કેટલાય માંધાતાઓની ઊલટતપાસ લેવામાં આવી રહી છે. હવે આ મુદ્દા પર આધારિત ફિલ્મ બનાવાની તૈયારી થઇ ગઇ છે.
સુશાંત પર આધારિત આ ફિલ્મમાં સુશાંતનો ડુપ્લીકેટ તરીકે જાણીતા થયેલા સચિન તિવારી આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનેબનાવાનું બીડુ દિગ્દર્શક શામિક મૌલિકે ઉપાડયું છે.ફિલ્મનું નામ સુસાઇડ ઓર મર્ડર ઃ અ સ્ટાર વોજ લોસ્ટ રાખવામાં આવ્યું છે. જેનું પોટર પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે.
ફિલ્મના નિર્માતા વિજય શેખર ગુપ્તાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ક્રિપ્ટ પર લગભગ ૫૦ ટકા કામ થઇ ગયું છે. ઓગસ્ટની મધ્ય સુધીમાં સ્ક્રિપ્ટને ફાઇનલ કરી નાખવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ ૧૬ સપ્ટેમ્બરથી ૫૦ દિવસના શેડયુલમાં કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ મુંબઇ અને પંજાબમાં કરવામાં આવશે.
આ ફિલ્મમાં બોલીવૂડમાં પ્રસરાયેલા નેપોટિઝમ અને બોલીવૂડના માફિયાઓ પર બનાવામાં આવશે. આ ફિલ્મ બનાવાની કોશિશ એ જ છે કે સુશાંત જેવો હાદસો ફરી મનોરંજન દુનિયામાં બને નહીં. આ પહેલા જિયા ખાન અને દિવ્યા ભારતી સાથે પણ ખરાબ થયું છે.
નિર્માતાએ વધુમાં કહ્યું હતુ ંકે, મેં મારી આ ફિલ્મમાં ફક્ત સુશાંતનો જ કિસ્સો નથી ટાંક્યા ે૯-૧૦ કલાકારોના અનુભવો આમાં વણવામાં આવ્યા છે. હું એક એવીએકટ્રેસને મળ્યો હતો જેણે ૧૧ વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જો કોઇ આઉટસાઇડર બોલીવૂડમાં આવીને આત્મહત્યાની કોશિશ કરે તો તેનું ખાસ કારણ હશે, અમારી ઇન્ડસ્ટ્રીમાં માફિયા ગેમ ચાલી રહી છે. આ ફિલ્મ ત્રણ કલાકરની હશે તેમજ સુશાંતના મોતના મામલે જે લોકોની પુછતાછ થઇ રહી છે તેમના આધારિત પાત્રોને પણ દર્સાવામાં આવશે.