Get The App

અક્ષય ખન્ના અને દૃશ્યમ-3નો વિવાદ વધ્યો! ડાયરેક્ટરે કહ્યું- તાકાત હોય તો એકલો ફિલ્મ કરી બતાવ

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
અક્ષય ખન્ના અને દૃશ્યમ-3નો વિવાદ વધ્યો! ડાયરેક્ટરે કહ્યું- તાકાત હોય તો એકલો ફિલ્મ કરી બતાવ 1 - image


Controversy Between Akshaye Khanna And Drishyam 3 Filmmakers : અક્ષય ખન્ના અને દૃશ્યમ-3નો વિવાદ વધ્યો છે. અક્ષય ખન્ના 'દ્રશ્યમ 3' ફિલ્મ છોડવા બદલ વિવાદમાં છે. જેમાં ફિલ્મ મેકર્સ અક્ષયને લીગલ નોટિસ મોકલી ચૂક્યા છે. આ વિવાદ વચ્ચે અક્ષયના મિત્ર અને ડાયરેક્ટર-રાઈટર રૂમી જાફરી તેમના સમર્થનમાં આવ્યા છે. રૂમીએ કહ્યું કે, 'ધુરંધર ફિલ્મની સફળતા પછી અક્ષયમાં કોઈ ફેરફાર આવ્યો નથી.' જ્યારે ડાયરેક્ટર અભિષેક પાઠકે કહ્યું કે, 'તાકાત હોય તો એકલો ફિલ્મ કરી બતાવ...'

અક્ષય ખન્ના અને દૃશ્યમ-3ના વિવાદ વચ્ચે ડાયરેક્ટર રૂમી જાફરીની પ્રતિક્રિયા

રૂમી જાફરીએ બોલિવૂડ હંગામા સાથે વાત કરતાં કહ્યું કે, 'જ્યારે કોઈ પ્રોડ્યુસર તેને સાઇન કરવા માટે લાઇનમાં નહોતા, ત્યારે પણ તે તેની ફિલ્મોની પસંદગીમાં ખૂબ કાળજી રાખતો હતો. હવે જ્યારે તેની પાસે ઘણા વિકલ્પો છે, ત્યારે તે ઉતાવળમાં ફિલ્મો સાઇન કરી રહ્યો નથી. મને નથી ખબર કે અક્ષ અને પ્રોડ્યુસર(કુમાર મંગત પાઠક) વચ્ચે શું થયું છે. પરંતુ અક્ષય ખન્ના એવા પ્રોફેશનલ છે કે, તેઓ કોઈપણ કામથી કોઈ યોગ્ય કારણ ન હોય ત્યાં સુધી પાછળ પડશે નહીં.'

વધુમાં રૂમીએ જણાવ્યું કે, 'મને નથી ખબર. પરંતુ મને એટલી ખબર છે કે, જ્યારે મે તેમને 'ગલી ગલી ચોર હે' માટે સાઈન કર્યા હતા ત્યારે અક્ષય મને એવા એક્ટરને સાઈન કરવાનું કહેતા કે જે વધારે માર્કેટેબલ હોય. શું આ કોઈ લાલચી માણસ જેવું લાગે છે?'

આ પણ વાંચો: VIDEO: ચાલુ કોન્સર્ટમાં સિંગરને કિસ કરવાના દાવા અંગે તારા સુતરિયાએ તોડ્યું મૌન, વીર પહાડિયાએ પણ આપ્યો જવાબ

તાકાત હોય તો એકલો ફિલ્મ કરી બતાવ...: ડાયરેક્ટર અભિષેક પાઠક 

જ્યારે ફિલ્મના ડાયરેક્ટર અભિષેક પાઠકે અક્ષય ખન્નાના 'દ્રશ્યમ 3' માંથી બહાર નીકળવા પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં કહ્યું કે, 'તાકાત હોય તો એકલો ફિલ્મ કરી બતાવ. તેમણે અક્ષયના અચાનક ફિલ્મમાંથી બહાર નીકળવા પર અજય દેવગણની પ્રતિક્રિયા પણ જાહેર કરી છે. તેમણે(અજય) આને સંપૂર્ણરીતે મારા પર છોડી દીધુ હતું. આ બધું મારા, અક્ષય અને પ્રોડક્શન સાથે સંબંધિત છે. તેથી આ મામલો અમે કઈ રીતે ઉકેલ્યો એ અમે છોડી દેવા માંગીએ છીએ.'