Tara Sutaria's Clarification : મુંબઈમાં આયોજિત ફેમસ પંજાબી સિંગર AP Dhillonના કોન્સર્ટમાં એક્ટ્રેસ તારા સુતરિયાએ સિંગર AP સાથે સ્ટેજ શેર કર્યું હતું. આ દરમિયાન ચાલુ કોન્સર્ટમાં સિંગર APએ એક્ટ્રેસ તારાને કિસ કરી હતી. જે જોઈને એક્ટ્રેસનો બોયફ્રેન્ડ અને એક્ટર વીર પહારિયા જોતો જ રહી ગયો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને તારા અને વીરના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ચાલુ કોન્સર્ટમાં સિંગરને કિસ કરવાના દાવા અંગે તારા સુતરીયાએ મૌન તોડ્યું છે. બીજી તરફ, વીર પહાડિયાએ પણ જવાબ આપ્યો છે.
કિસ કરવાના દાવા અંગે તારા સુતરીયાએ તોડ્યું મૌન
મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગત 26 ડિસેમ્બરે એપી ઢિલ્લોંના કોન્સર્ટમાં બોલિવૂડ અને ટીવીના ઘણાં સેલેબ્સ હાજર રહ્યા હતા. આ દરમિયાન એપી ઢિલ્લોંએ તારાને કિસ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં ચર્ચા વચ્ચે તારા સુતરીયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કોન્સર્ટનો એક વીડિયો શેર કરીને પોસ્ટમાં લખ્યું હતું કે, 'પૂરા જોશ અને ગર્વની સાથે અમે બધા સાથે છીએ. એપી ઢિલ્લોં ફેવરેટ છે. શું શાનદાર રાત હતી! મુંબઈ, અમારા ગીતને આટલો પ્રેમ કરવા માટે ધન્યવાદ અને આશા છે કે, અમે સાથે મળીને મ્યુઝિક અને યાદો બનાવીએ'
તારાએ વધુમાં લખ્યું કે, 'ખોટી વાતો, ચતુરાઈથી કરેલી એડિટિંગ અને પૈસા આપીને કરવામાં આવેલું પીઆર કેમ્પેઇન અમને હલાવી શકતા નથી અને હલતાં પણ નથી! અંતે, પ્રેમ અને સત્યની જીત થાય છે. તેથી મજાક ધમકીઓ પર જ ભારે પડશે.'
વીર પહારિયાએ તારાની પોસ્ટ પર કરી કમેન્ટ
બીજી તરફ, વીર પહારિયાએ પણ તારાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કમેન્ટમાં લખ્યું કે, 'એ વાતનો ઉલ્લેખ ન કરવો કે મારો રિએક્શનનો વીડિયો કોઈ અલગ ગીત દરમિયાન બનાવ્યો હતો, આમ 'થોડી સી દારૂ' ગીત દરમિયાન નહીં. જોકર!'
આ પણ વાંચો: VIDEO: AP Dhillonએ તારા સુતરિયાને કિસ કરી, બોયફ્રેન્ડની હાલત જોવા જેવી
તમને જણાવી દઈએ કે, તારા સુતરિયાએ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં તેમના રિલેશનશિપને ઓફિશિયલ જણાવ્યું હતું. બંનેએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તેમના રિલેશનશિપની જાણકારી આપી હતી. આ ઉપરાંત, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં વીર પહાડિયાએ તારા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતા કહ્યું હતું કે, 'મને ખુશી છે કે અમે પહેલી મુલાકાતથી જ અમારા પ્રેમને ખુલ્લેઆમ સ્વીકાર્યો છે, અને અમે જ્યાં પણ હોઈએ ત્યાં અમારી લાગણીઓ દર્શાવવામાં ક્યારેય ખચકાટ અનુભવ્યો નથી.'


