'થેન્ક ગોડ'માં દેવતા આસપાસ અર્ધનગ્ન નારીઓ દર્શાવાઈ છે, પ્રતિબંધ મુકો


- મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રીએ કેન્દ્ર સમક્ષ માગણી કરી

- અજય દેવગણની ફિલ્મ સામે યુપીમાં કેસ બાદ એમપી, કર્ણાટક, છત્તીસગઢ સહિતનાં રાજ્યોમાં પણ વિરોધ 

મુંબઈ : અજય દેવગણની આગામી ફિલ્મ 'થેન્ક ગોડ'માં દેવતાને અર્ધનગ્ન નારીઓની આસપાસ દેખાડીને હિન્દુ ધર્મની આસ્થા દૂભાવવામાં આવી છે આથી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ તેવી માગણી મધ્ય પ્રદેશના એક મંત્રીએ કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવી છે. 

મધ્ય પ્રદેશના શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે કેન્દ્રના માહિતી પ્રસારણ ખાતાંને એક પત્ર પાઠવીને કહ્યું છે કે હિંદુ પુરાણો અનુસાર મૃત્યુના દેવતા યમની સાથે સાથે ચિત્રગુપ્તને પણ દેવતાનો દરજ્જો અપાયો છે. આ ફિલ્મમાં ચિત્રગુપ્તનું ખોટી રીતે ચિત્રણ થયું છે. દેવતાની આસપાસ અર્ધનગ્ન નારીઓને નાચતી દેખાડવામાં આવી છે. 

સારંગના જણાવ્યા અનુસાર બોલીવૂડના અભિનેતાઓ વર્ષોથી હિંદુ દેવી દેવતાઓનું અપમાન કરતા રહ્યા છે અને અશ્લીલ દૃશ્યો દેખાડતા રહ્યા છે.

 આ ફિલ્મમાં તો દેવતાનો રોલ કરનારા અભિનેતાન ા મુખેથી જ વાંધાજનક સંવાદો મુકવામાં આવ્યા છે. તેના લીધે માત્ર કાયસ્થ સમાજ જ નહીં પરંતુ સમગ્ર હિંદુ સમાજની લાગણી દૂભાઈ છે આથી આ ફિલ્મને કોઈપણ સંજોગોમાં રિલીઝ કરવાની છૂટ ના આપવી જોઈએ. 

આ ફિલ્મનું ટ્રેઈલર રિલીઝ થયું ત્યારથી દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં તેની સામે વિરોધ થઈ રહ્યો છે.

 યુપીમાં તેની સામે કેસ થઈ ચૂક્યો છે. મધ્ય પ્રદેશ , છત્તીસગણ અને કર્ણાટક સહિતનાં રાજ્યોમાં કાયસ્થ સમુદાય સહિતનાં સંગઠનો ફિલ્મનો વિરોધ કરી ચૂક્યાં છે. તેના લીધે અજય દેવગણની મુશ્કેલી વધી શકે છે. 

City News

Sports

RECENT NEWS