Entertainment

તનુ વેડસ મનુ થ્રી કંગના અને માધવન વિના નહીં બનેઃ આનંદ એલ રાય

By GS Team
30 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: 'તનુ વેડ્સ મનુ 3' નવી કાસ્ટ સાથે બની રહી હોવાના દાવાને મૂળ નિર્દેશક આનંદ એલ. રાયે ફગાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે માધવન અને કંગના વિના આ ફિલ્મ શક્ય નથી. ભવિષ્યમાં 'તનુ વેડ્સ મનુ' ફ્રેન્ચાઈઝી માટે પણ રાઈટ્સનો વિવાદ થવાની શક્યતા છે, જેમ 'તેરે ઈશ્ક મેં' ફિલ્મમાં થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

તનુ વેડસ મનુ  થ્રી કંગના અને માધવન વિના નહીં બનેઃ  આનંદ એલ રાય
  • નવી કાસ્ટ સાથે ફિલ્મના દાવા ફગાવ્યા
  • તેરે ઈશ્ક મેં જેવો જ રાઈટ્સનો ઝઘડો ભવિષ્યમાં તનુ વેડ્સ મનુ માટે પણ થવાનાં એંધાણ

મુંબઇ : 'તનુ વેડ્સ મનુ થ્રી' નવી કાસ્ટ સાથે બની રહી હોવાના દાવાને મૂળ ફિલ્મના દિગ્દર્શક આનંદ એલ. રાયે ફગાવી દીધા છે.
તેમણે કહ્યું હતું કે માધવન અને કંગના વિના આ ફિલ્મ આગળ જ ન વધી શકે. હવે તનુ વેડ્સ મનુ થ્રી,ફોર કે ફાઇવ પણ બનશે તો તેમાં માધવન અને કંગના તો હશે જ.
આનંદ એલ. રાયના આ વિધાનોને પગલે ભવિષ્યમાં આ ફ્રેન્ચાઈઝી માટે પણ અધિકારો બાબતે વિવાદ થશે કે શું તેવી અટકળ જાગી છે. ઉલ્લેખનીય છે કે આનંદ એલ. રાયે 'તેરે ઈશ્ક મેં' ફિલ્મ બનાવી ત્યારે તેમના દ્વારા જ દિગ્દર્શિત 'રાંઝણા' ફિલ્મના મૂળ નિર્માતાઓએ પોતાની પરવાનગી વિના 'રાંઝણા'ની થીમનો આ ફિલ્મમાં ઉપયોગ કરાયો હોવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો.
૧૭ કરોડ રૂપિયાના બજેટમાં બની ૨૦૧૧માં રજૂ થયેલી 'તનુ વેડ્સ મનુ'એ બોક્સ ઓફિસ પર ૫૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
એ પછી તેની સિક્વલ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ '૨૦૧૫માં રિલિઝ થતાં જ તેને અઢીસો કરોડ રૂપિયાની જંગી કમાણી થઇ હતી. આ બંને ફિલ્મો કંગના રણૌતની કેરિયરની માઈલસ્ટોન સમાન ગણાય છે.