Get The App

તમન્ના ભાટિયાએ પણ વિરાટ કોહલીવાળી ભૂલ કરી! સત્ય સામે આવતા ભડકી અભિનેત્રી

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News
તમન્ના ભાટિયાએ પણ વિરાટ કોહલીવાળી ભૂલ કરી! સત્ય સામે આવતા ભડકી અભિનેત્રી 1 - image


Tamannaah Bhatia Slams Instagram Algorithm: ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટને લઈને છેલ્લા ઘણા દિવસોથી સમાચાર સામે આવી રહ્યા છે. વાંગા અને એક્ટ્રેસ દિપિકા પાદુકોણ વચ્ચેનો વિવાદ કોઈનાથી છુપાયો નથી. આ વચ્ચે એક્ટ્રેસ તમન્ના ભાટિયા ફણ ચર્ચામાં આવી ગઈ છે. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે તમન્ના ભાટિયાએ દિપિકાની એક રીલ સોશિયલ મીડિયા પર લાઈક કરી છે, જેમાં મહિલાઓ સામે ફેલાવવામાં આવી રહેલી  ગેરસમજ અને અન્યાયના મુદ્દાઓને ઉજાગર કર્યા છે.તમન્ના ભાટિયાને સોશિયલ મીડિયા પર એક રીલ લાઈક કરી છે, જેને ચાહકો દીપિકાના મુદ્દા સાથે જોડી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે આ તમન્નાનો દીપિકાને ટેકો વ્યક્ત કરવાની રીત હતી. જોકે, હવે તમન્નાએ આ સમગ્ર મામલે દોષનું ઠીકરું સોશિયલ મીડિયા પર ફોડી દીધું છે. તેની હાલત પણ કેટલાક અંશે વિરાટ કોહલી જેવી થઈ ગઈ છે.

તમન્નાએ શેર કર્યો વીડિયો

એક્ટ્રેસે બુધવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં ખાસ જે હતું તે તેનું કેપ્શન હતું. તમન્નાએ વીડિયોમાં કંઈ નહીં કહ્યું, પરંતુ કેટલાક એક્સપ્રેશન બનાવ્યા. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું કે, 'શું ઈન્સ્ટાગ્રામ એ ફિગર આઉટ કરી શકે છે કે તે આખરે કેવી રીતે આપમેળે કોઈ પેજ અથવા રીલને લાઈક કરે છે, કારણ કે ઘણા લોકો હવે સમાચાર બનાવી રહ્યા છે અને મારી પાસે ખરેખર ઘણું કામ છે.' તમન્નાની આ રીલ પર ચાહકો હવે અલગ-અલગ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. 

આ પણ વાંચો: બોલિવૂડમાં નવો વિવાદ: દીપિકા પાદુકોણ પર કેમ ભડક્યો સંદીપ રેડ્ડી વાંગા? કહ્યું- તે બતાવી દીધું કે તું કેવી છે

વિરાટે પણ કહી હતી આ વાત

તમન્ના સાથે જે થયું તે થોડા દિવસો પહેલા વિરાટ કોહલી સાથે પણ થયુ હતું. ક્રિકેટર વિરાટ કોહલીએ એક્ટ્રેસ અને ઈન્ફ્લુએન્સર અવનીત કૌરના ફેન પેજની પોસ્ટને ભૂલથી લાઈક કરી દીધી હતી. ત્યારબાદ ઘણો હોબાળો થયો હતો, ત્યારબાદ ક્રિકેટરે ચાહકોને જણાવ્યું હતું કે, મેં પોસ્ટ લાઈક નહોતી કરી, પરંતુ તે સ્ક્રોલ કરતી વખતે થઈ ગઈ હતી. આ અલ્ગોરિધમનો વાંક છે. હવે તમન્નાએ પણ એ જ વાત કહી છે. તેણે કોઈનું નામ લીધા વિના ઈન્સ્ટાના અલ્ગોરિધમ પર ઠીકરું ફોડી દીધુ છે. 

Tags :