તમન્ના ભાટિયા અને વિજય વર્મા ડિનર ડેટ પર થયા સ્પોટ, સાથે વિતાવી રહ્યા હતા ક્વોલિટી ટાઈમ
વિજયે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આપી હતી હાજરી
વિજય અને તમન્ના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવ્યા હતા
Updated: Jun 3rd, 2023
![]() |
Image:Instagram |
ફિલ્મ એક્ટર વિજય વર્મા અને તમન્ના ભાટિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે બંનેએ હજુ સુધી તેમના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આમ છતાં બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. જ્યારે 2023 નવું વર્ષ શરૂ થઈ રહ્યું હતું, ત્યારે બંને ગોવામાં ન્યૂ યરની પાર્ટીમાં એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. ત્યારથી તેમના અફેરના સમાચાર વાયરલ થવા લાગ્યા હતા.
વિજયે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આપી હતી હાજરી
વિજય વર્મા બોલીવૂડના ઉભરતા કલાકારોમાંના એક છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તમન્ના ભાટિયા પણ પોતાના કામના કારણે ખૂબ જ ફેમસ છે. વિજય વર્મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપતા જોવા મળ્યા હતા. તેની હાલમાં રીલિઝ થયેલી વેબ સીરિઝ દહાડને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તે હવે તમન્ના ભાટિયા સાથે ઘણી વખત જોવા મળે છે.
વિજય અને તમન્ના ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા હતા
ગઈકાલે રાત્રે બંને ડિનર ડેટ પછી સ્પોટ થયા હતા. બંનેની ફોટો ઈન્સ્ટાગ્રામ પર જોવા મળી રહી છે. ફોટોમાં બંને બ્લેક આઉટફિટમાં સજ્જ જોઈ શકાય છે, જ્યાં વિજય વર્માએ બ્લેક બ્લેઝર, આછા રંગનો શર્ટ અને કાળો પેન્ટ પહેર્યો છે. તમન્ના ભાટિયાએ પણ બ્લેક ટ્યુબ ટોપ અને બ્લેઝર પહેર્યું છે. બંનેને બાંદ્રામાં સ્પોટ કરવામાં આવ્યા હતા. બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા હતા.