Get The App

શાહરુખ આંખની સારવાર માટે અમેરિકા દોડયો હોવાની ચર્ચાઓ

Updated: Jul 31st, 2024

GS TEAM

Google News
Google News
શાહરુખ આંખની સારવાર માટે અમેરિકા દોડયો હોવાની ચર્ચાઓ 1 - image


- મુંબઈમાં મેળ ન પડતાં યુએસ ગયાનો દાવો

- જોકે અન્ય દાવા અનુસાર આ મહિને જ ઓલરેડી અમેરિકા સારવાર કરાવી આવ્યો છે

મુંબઇ : શાહરુખ ખાનને આંખના ઈલાજની જરુર પડી હોવાની બોલીવૂડમાં ગરમાગરમ ચર્ચાઓ છે. જોકે, આ બાબતે વિરોધાભાસી દાવા થઈ રહ્યા છે. એક દાવા અનુસાર શાહરુખને મુંબઈમાં જોઈતો ઈલાજ ન મળ્યો એટલે તે અમેરિકા રવાના થયો છે. જોકે, અન્ય દાવા અનુસાર શાહરુખ આ મહિને જ અમેરિકામાં આંખોની સારવાર કરાવી ચૂક્યો છે. આ મુદ્દ શાહરુખ તરફથી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી. 

ગઈ મોડી રાતે એવા અહેવાલ વહેતા થયા હતા કે શાહરુખ મુંબઈની એક હોસ્પિટલમાં આંખની સારવાર માટે ગયો હતો. પરંતુ, ત્યાં તેને જોઈતી સારવાર થઈ ન હતી. આથી તે આજે કે આવતીકાલે અમેરિકા જવા રવાના થશે. 

જોકે, અન્ય સૂત્રોએ આ દાવો ફગાવતાં કહ્યું હતું કે વાસ્તવમાં શાહરુખની એક આંખની સારવાર અહીં મુંબઈમાં થઈ હતી. તે પછી તેને બીજી આંખે વધુ ઈલાજની જરુર લાગતાં તે આ મહિને જ અગાઉ અમેરિકા જઈ આવ્યો છે. હવે તેની બંને આંખોમાં કોઈ પ્રોબ્લેમ નથી. 

શાહરુખની હેલ્થ બાબતે સમાચારોથી તેના ચાહકો ચિંતિત બન્યા છે. અગાઉ ગત એપ્રિલમાં અમદાવાદમાં આઈપીએલની મેચ દરમિયાન  હીટ સ્ટ્રોક લાગતાં શાહરુખને હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. 

Tags :