તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉના 4 સ્ટાર જે દુનિયાથી લઈ ચૂક્યા વિદાય, લોકોનું ખૂબ મનોરંજન કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Taarak mehta ka ooltah chashmah: ટીવી જગતના પ્રખ્યાત શૉમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 2 દાયકાથી ચાહકોનું ફુલ મનોરંજન કરી રહ્યો છે. તે દેશના સૌથી લાંબા સમય સુધી ચાલતા શૉમાંથી એક છે. આ એક એવો શૉ છે જેના બધા પાત્રો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ આ 18 વર્ષના સફરમાં શૉમાં ઘણા ફેરફાર પણ જોવા મળ્યા છે. ઘણા કલાકારો એવા છે જે હવે આ શૉનો હિસ્સો નથી રહ્યા. પરંતુ કેટલાક એવા પણ છે જે હવે આ દુનિયામાં નથી. અમે તમને એવા 4 સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ TMKOCનો હિસ્સો હતા અને તેમનું નિધન થઈ ગયું છે.

સુનીલ હોલકર
સુનીલ હોલકર મરાઠી અને હિન્દી ભાષાનો ખૂબ જ સક્ષમ એક્ટર હતો. તેણે પોતાના કરિયરમાં અનેક શાનદાર પાત્રો ભજવ્યા છે. તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ રોલ પ્લે કર્યો હતો. 12 વર્ષ સુધી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો રહ્યો અને 40 વર્ષની ઉંમરમાં તેનું નિધાન થઈ ગયું. સુલીન લીવર સાથે સબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યો હતો.

ઘનશ્યામ નાયક
આ શોમાં નટુ કાકાનો રોલ પ્લે કરનારા એક્ટર ઘનશ્યામ નાયક આ શૉના સૌથી પ્રોફાઇલ એક્ટર્સમાંથી એક હતા. આ શૉમાં આવતા પહેલા પણ તેઓ ઘણી મોટી ફિલ્મોનો હિસ્સો ચૂક્યા હતા. પરંતુ નટુ કાકાનો રોલ પ્લે કરીને તેઓ લોકોના દિલમાં ઉતરી ગયા. તેથી જ જ્યારે તેમનું નિધન થયું ત્યારે તેમના લાખો ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી. લાંબી બીમારી બાદ તેમણે 77 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ હતું.

કવિ કુમાર આઝાદ
એક્ટર કવિ કુમાર આઝાદે પોતાના કરિયરમાં ખૂબ નામ કમાયું. પોતાના ભારી વજનના કારણે તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હાથીનો રોલ પ્લે કરવાની તક મળી. આ રોલને તેમણે ખૂબ જ શાનદાર રીતે પ્લે કર્યો અને બધાનો ફેવરેટ બની ગયો. પરંતુ સ્થૂળતા સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહેનારા કવિ કુમાર આઝાદે 46 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું.

આનંદ પરમાર
તારકા મહેકા કા ઉલ્ટા ચશ્માના મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમાર શૉના લોકો સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ બની ગયા હતા. પરંતુ કમનસીબે 2020માં બીમારીને કારણે તેમનું નિધન થઈ ગયું. તેમના મૃત્યુના શોકમાં તારક મહેતા શૉનું શૂટિંગ આખા દિવસ માટે કેન્સલ કરી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: લોકલ ટ્રેનમાં થતી છેડતી, લોકો કોણી મારતા...' જાણીતી અભિનેત્રીએ જણાવી આપવીતી








