Get The App

સુશાંત સિંહ આત્મહત્યા કેસ, સંજય લીલા ભણસાલીને પૂછપરછ માટે પોલીસનુ તેડુ

Updated: Jul 2nd, 2020

GS TEAM

Google News
Google News
સુશાંત સિંહ આત્મહત્યા કેસ, સંજય લીલા ભણસાલીને પૂછપરછ માટે પોલીસનુ તેડુ 1 - image

મુંબઇ, તા.2 જુલાઈ 2020, ગુરૂવાર

બોલીવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં પોલીસ બોલીવૂડના જાણીતા પ્રોડયુસર અને ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરશે.

પોલીસ આ કેસમાં સંખ્યાબંધ લોકોની અત્યાર સુધી પૂછપરછ કરી ચુકી છે.જેમાંથી ઘણા બધા બોલીવૂડ સાથે સંકળાયેલા છે.હવે મુંબઈ પોલીસે સંજય લીલા ભણસાલીને હાજર થવા માટે સમન્સ મોકલ્યુ છે.

સુશાંત સિંહ આત્મહત્યા કેસ, સંજય લીલા ભણસાલીને પૂછપરછ માટે પોલીસનુ તેડુ 2 - imageસુશાંતને લઈને ફિલ્મ ક્રિટિક સુભાષ ઝાએ કહ્યુ હતુ કે, સંજય લીલા ભણસાલીએ ત્રણ ફિલ્મો માટે સુશાંતનો એપ્રોચ કર્યો હતો.જેમાં બાજીરાવ મસ્તાની, રામલીલા અને પદમાવત સામેલ હતી.પણ સુશાંત આ ફિલ્મો કરી શક્યો નહોતો.ભણસાલી જેવાની ત્રણ ઓફર સુશાંત ના સ્વીકારી શકે તો બોલીવૂડમાં સુશાંતનો બોયકોટ થઈ રહ્યો હતો તે વાતમાં ક્યાંથી દમ હોય?

ઉલ્લેખનીય છે કે, સુશાંતની આત્મહત્યા બાદ બોલીવૂડમાં સગાવાદને પ્રોત્સાહન અપાતુ હોવાની અને બહારના પ્રતિભાશાળી કલાકારોને અન્યાય કરાતો હોવાનો નવો વિવાદ છેડાઈ ચુક્યો છે.

Tags :