સુશાંત સિંહ રાજપૂત ઇરફાન ખાનના નિધનને કારણે રહી ગયેલી ફિલ્મમાં કામ કરશે
- આ ફિલ્મનું મુખ્ય પાત્ર ઇરફાન ખાનને ધ્યાનમાં રાખીને જ લખાયું છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 મે 2020, શુક્રવાર
ઇરફાન ખાનના નિધનના કારણે તેની ફિલ્મો અધૂરી રહી ગઇ છે. લોકોને એમ હતું કે ઇરફાનના અવસાનથી હવે આ ફિલ્મો પૂરી થવાની શક્યતા નહીંવત છે. પરંતુ તુમ્બાડ ફિલ્મના દિગ્દર્શક આનંદગાંધીએ આ ફિલ્મને આગળ વધારવાનો આડકતરો ઇશારો કર્યો છે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, દિગ્દર્શક આનંદ ગાંધીએ કોરોના વાયરસ મહામારી જેવા એક વિષય પર ફિલ્મ લખવાની શરૂઆત કરી હતી. આ ફિલ્મ લખતી વખતે તેણે ઇરફાનને જ ધ્યાનમાં રાખ્યો હતો. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર છેલ્લા પાંચ વરસથી કામ ચાલી રહ્યું હતું. પરંતુ ઇરફાનના નિધનથી દિગ્દર્શકને ઝટકો લાગ્યો છે. તેણે જણાવ્યું હતું કે, અમે પાંચ વરસ પહેલા આવી જ બીમારીના અસલી રૂપને રૂપેરી પડદે દર્શાવાના પ્રયાસમાં હતા. પરંતુ હવે તો આ બીમારી જાહેરમાં આવી છે, તેથી મને લાગે છે કે, હવે રોગ વિશે મારે કોઇને સમજાવાની જરૂર નથી. તેથી અમારે આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફરી ફેરફાર કરવો પડશે. અમે હવે દર્સકોને સીધા આગલા સ્તર પર લઇ જઇ શકશું અને મહામારી પછીની જિંદગીનો ફિલ્મમાં ઉલ્લેખ કરશું.
ઇરફાનના અવસાન પછી હવે મુખ્ય પાત્ર માટે સુશાંત સિંહ રાજપૂતને લેવાનો છું. આ ઉપરાંત આ ફિલ્મમાં ઓસ્ટ્રેલિયન એકટર હ્યુગો વીવિંગને પણ કાસ્ટ કરવામાં આવશે.
દિગ્દર્શકે વધુમાં જણાવ્યું હતું કે, મને બહુ અફસોસ થઇ રહ્યો છે કે, આ વાર્તાને પૂરી કરવામાં ઘણો સમય પસાર થઇ ગયો.ઇરફાન જ આ ફિલ્મમાં કામ કરે એ મારી અદમ્ય ઇચ્છા હતી. પરંતુ તે હવે આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંત મારો સારો મિત્ર હોવાથી મને લાગે છે કે તે આ ફિલ્મમાં ચોક્કસ કામ કરશે.આ ફિલ્મના વાર્તાને અનુસાર મને ચાર અભિનેત્રીઓની પણ જરૂર પડશે જે લીડ રોલમાં હશે.