લગ્ન બાદ પણ આ અભિનેત્રી પતિ સાથે એક જ રૂમમાં નથી રહેતી, જાણો શું છે કારણ
TV Actor Surbhi Jyoti: ટીવી અભિનેત્રી સુરભી જ્યોતિએ લગ્ન કર્યો પછી પોતાની બેસ્ટ લાઈફ જીવી રહી છે. પતિ સુમિત સૂરી સાથે પોતાના સંબંધો પર સુરભીએ મોટી વાત કરી હતી.
સુરભી જ્યોતિએ કહ્યું કે, મારા પતિ માટે ફેવરિટ વ્યક્તિ છે. અમારા બંન્નેનો બોર્ડિંગ સ્ટ્રોંગ છે અને અમારા બંન્નેના વિચારો પણ મળતા આવે છે. જોકે હાલમાં પતિ પત્ની બંને અલગ રૂમમાં રહે છે.
સુરભી જ્યોતિએ વધુ વાત કરતા કહ્યું કે, 'વિચારો મળવા એ બહુ જરૂરી નથી, તેઓ વર્ક ફોર્મ હોમ કરે છે, જ્યારે હું શૂટિંગમાં ન હોઉ ત્યારે જ ઘર પર રહું છું. અમને બહાર જવું પસંદ નથી. અમે બહુ ખુશ છીએ. અમારા ઘરમાં અમારા પોતાના અલગ અલગ રૂમ છે, અમે અમારી મરજી પ્રમાણે રહીએ છીએ. તેમણે જિંદગીનો સૌથી વધારે સમય એકલા રહીને વિતાવ્યો છે અને મેં પણ.
આ નિર્ણય અમે અમારી બંનેની પરસ્પર સહમતીથી કર્યો છે. મેં હમણાં વિચાર્યું કે અમે ખરેખર પોત-પોતાના રૂમમાં રહીએ છીએ. માર પોતાનું પર્સનલ કબાટ, બાથરૂમ તેમજ રૂમ અલગ છે.
અમે ક્યારેક ક્યારેક એવું કરીએ છીએ. તેઓ તેમના રૂમમાં રહે છે, જ્યારે હું મારા રૂમમાં રહું છું, છતાં પણ અમે સાથે છીએ. કારણ કે, અમારા એકબીજાના વિચારો સરખા છે, અમે બંન્ને એક જ પેજ પર હતા.સૂરભીએ કહ્યું કે, 'પોતાના પાર્ટનરને સમય આપવા માટે આ કોઈ રીત નથી, પરંતુ તેણે પોતાના પતિ સાથે આ પ્રકારે સેટલમેન્ટ કર્યું છે, અને બંનેને આ નિર્ણય પસંદ છે.'
આ પણ વાંચો: સોનાક્ષીની વેબ સીરિઝ દહાડની બીજી સીઝનની તૈયારી શરૂ
સુરભી જ્યોતિએ સુમિત સુરી સાથે 27, ઓક્ટોબર 2024 ના રોજ જિમ કોર્બેટમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બંનેના પરિવાર સાથે ટીવી સ્ટાર્સ, કિશ્વર મર્ચન્ટ, આશા નેગી, ઋત્વિક ધનજાની અને વિશાલ સિંહ પણ હાજર રહ્યા હતા.