Get The App

ટીવી અભિનેત્રીનો સુપ્રીમ કોર્ટમાં છેડતીનો આરોપ, કહ્યું- મહિલા વકીલે શખસને માર્યો હતો તમાચો

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
Nimrit Kaur Ahluwalia Was Molested


Nimrit Kaur Ahluwalia Was Molested: બોલિવૂડ હોય કે ટીવી સેલિબ્રિટી... ઘણી અભિનેત્રીઓએ છેડતીનો સામનો કર્યો છે અને તેમણે ઈન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ આ વાતનો ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ નિમ્રિત કૌર આહલુવાલિયાએ પોતાની સાથે થયેલી છેડતી વિશે જણાવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે નિમ્રિતની છેડતી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. 

નિમ્રિત કૌરે  કર્યો જાતીય સતામણીનો ખુલાસો

બિગ બોસ સીઝન 16 માં જોવા મળેલી નિમ્રિત કૌર આહલુવાલિયાએ એક ઇન્ટરવ્યૂમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે, 'મારે એક વખત સુપ્રીમ કોર્ટની અંદર છેડતીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સુપ્રીમ કોર્ટમાં એક વરિષ્ઠ વકીલનો કેસ ચાલી રહ્યો હતો અને તે આ હાઇ પ્રોફાઇલ કેસ જોવા માટે હું કોર્ટમાં ગઈ હતી. ત્યારે મારી સાથે આ ઘટના બની હતી.'

હું અંદરથી ડરી ગઈ અને રડવા લાગી: નિમ્રિત

નિમ્રિતે આ મામલે વધુમાં જણાવ્યું કે, 'તે સમયે કોર્ટ રૂમ લોકોથી ભરેલો હતો. ત્યારે કોઈનો હાથ મારા પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો. જોકે એક ક્ષણ માટે મને લાગ્યું કે હું વધુ પડતું વિચારી રહી છું, કારણ કે તે જગ્યા ખૂબ ભીડવાળી હતી. પણ જ્યારે મે ફરીને જોયું ત્યારે એક માણસ મારી પાછળ ઊભો હતો અને મને જોઈ રહ્યો હતો. તેથી હું બીજી જગ્યાએ ગઈ, પરંતુ તે માણસ ત્યાં પણ આવ્યો અને પહેલા મારાના હાથને સ્પર્શ કર્યો અને પછી મારા પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો. આ ઘટનાથી હું ખૂબ જ ડરી ગઈ.

અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે, 'જોકે મને ડરતી જોઈને એક મહિલા વકીલ ત્યાં આવી અને તે પુરુષને જોરથી થપ્પડ મારી. પછી પોલીસ પણ આવી અને કોર્ટમાં ઘણો હોબાળો થયો.'

Tags :