Entertainment

સની લિઓની વિક્રમ ભટ્ટના નવા પ્રોજેકટ બિટ્રાયલમાં

By GS TEAM
29 Aug 20251 min read
સની લિઓની  વિક્રમ ભટ્ટના નવા પ્રોજેકટ બિટ્રાયલમાં

- વિક્રમ ભટ્ટ સાથે સનીનું ત્રીજું કોલબરેશન 

- ગયા મહિને જ સંકેત આપ્યો હતોઃ કઝિન પ્રિયંકા સહિત સેલેબ્સનાં અભિનંદન

મુંબઈ : એકટ્રેસ સની લિઓની ફરી ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે કોલબરેશન કરી રહી છે. સનીએ વિક્રમ ભટ્ટના પ્રોજેક્ટ 'બિટ્રાયલ' માટે શૂટિંગ શરુ કરી દીધું છે. સનીએ જાતે આ શૂટિંગ માટે કલેપ અપાયાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 

સની અગાઉ વિક્રમ ભટ્ટની બે ફિલ્મ 'અનામિકા' અને 'બેઈમાન લવ'માં કામ કરી ચૂકી છે. બંનેનું આ ત્રીજું કોલબરેશન હશે. 

સની છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડમાં અલપઝલપ રોલમાં જ દેખાય છે. 

છેલ્લાં પાંચ વર્ષમાં તે ભાગ્યે જ એકાદી ફિલ્મમાં જોવા મળી છે. 

એકતા કપૂરે  ૨૦૧૪માં  સનીને મુખ્ય ભૂમિકામાં લઈ 'રાગિણી એમએમએસ ટુ' બનાવી હતી. હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ બની રહ્યો છે પરંતુ તેમાં સનીને રિપીટ કરવામાં આવી નથી.