Get The App

સની દેઓલનો 'બોર્ડર 2' ફિલ્મમાં કર્નલ તરીકેનો ફર્સ્ટ લૂક વાઇરલ, ફેન્સમાં ભારે ઉત્સાહ દેખાયો

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
સની દેઓલનો 'બોર્ડર 2' ફિલ્મમાં કર્નલ તરીકેનો ફર્સ્ટ લૂક વાઇરલ, ફેન્સમાં ભારે ઉત્સાહ દેખાયો 1 - image


Border 2: મલ્ટી સ્ટારર 'બોર્ડર 2'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સેટ પરથી બીટીએસ વીડિયો અને તસવીરો વાઇરલ થતી રહે છે, જેને જોઈને ચાહકોની એક્સાઈટમેન્ટ વધી જાય છે. આ વચ્ચે સની દેઓલે 1997ની પ્રતિષ્ઠિત યુદ્ધ ડ્રામાની સિક્વલનું શૂટિંગ ઓફિશિયલ રીતે પુરુ કરી લીધુ છે. હવે એક્ટરે સોશિયલ મીડિયા પર ફિલ્મનો એક દમદાર ફર્સ્ટ લૂક શેર કર્યો છે. 

સની દેઓલે કર્નલ તરીકેનો ફર્સ્ટ લૂક શેર કર્યો

સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મથી પોતાનો કર્નલ તરીકેનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, 'મિશન પૂર્ણ થયું! ફૌજી, અલવિદા! #બોર્ડર 2નું મારું શૂટિંગ પૂર્ણ થયું. જય હિન્દ!' ચાહકો આ તસવીર જોઈને ખુશ થઈ ગયા છે. એક યુઝરે લખ્યું કે,' ફાઈનલી બ્લોકબસ્ટરનું શૂટિંગ પૂર્ણ થયું.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'શું લાગી રહ્યું સની પાજી ગદર 2 જેવો જ ધમાલ ફરીથી મચાવશે.' બીજા એ યુઝરે લખ્યું કે, 'આ મહાન કૃતિની રાહ જોવાઈ રહી છે.'


વરુણ ધવને શેર કર્યો હતો વીડિયો

આ પહેલા વરુણ ધવને જાહેરાત કરી હતી કે, મેં અપકમિંગ ફિલ્મ 'બોર્ડર 2'નું પૂણે શેડ્યૂલ પૂર્ણ કરી લીધું છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, તેણે પૂણેમાં પોતાના એનડીએ શેડ્યૂલ પૂર્ણ થવાની જાહેરાત કરી હતી. વરુણ પોતાના કો-સ્ટાર અહાન શેટ્ટી સાથે ચાય અને બિસ્કિટ ખાતો દેખાઈ રહ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, '#બોર્ડર 2 ચાય અને બિસ્કિટ, એનડીએમાં મારું કામ પૂર્ણ થયું અને અમે બિસ્કિટ સાથે જશ્ન મનાવ્યો.' 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z

ફિલ્મ બોર્ડર 2

બોર્ડર 2નું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જે.પી. દત્તા અને નિધિ દત્તા દ્વારા કરવામાં આવ્યું છે. તે ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા જે.પી. દત્તાની જે.પી. ફિલ્મ્સના સહયોગથી રજૂ કરવામાં આવી છે. આ સિક્વલ ભારતીય સૈનિકોની બહાદુરી અને અદમ્ય હિંમતનું સન્માન કરવાના વારસાને આગળ વધારે છે અને દર્શકોને દેશભક્તિ, હિંમત અને બલિદાનની રોમાંચક સફર પર લઈ જાય છે.

Tags :