બોલિવૂડમાં અવગણના થતાં પ્રોડ્યુસર બન્યો દિગ્ગજ અભિનેતા, પૈસા ડૂબી જતાં કહ્યું - સારો બિઝનેસમેન નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sunny Deol On His Career Downfall: દિગ્ગજ અભિનેતા સની દેઓલના જીવનમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તેની કોઈ ફિલ્મ નહોતી ચાલી રહી. તેની પાસે સારા પ્રોજેક્ટ પણ નહોતા આવતા. તે કરિયરના ડાઉનફોલમાં હતો. ત્યારપછી ગદર-2 રિલીઝ થઈ અને તેણે તેના કરિયરને નવી ઉડાન આપી. હવે તે ફરીથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યો છે.
દેઓલ્સની ઈન્ડસ્ટ્રીમાં અવગણના કરાઈ
એક ઈન્ટરવ્યુમાં સનીએ પોતાના ડાર્ક ફેઝ પર વાત કરી. તેણે જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં કેમ્પ બનેલા હતા. તે જોઈને જ દેઓલ ફેમિલીએ પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું હતું. દેઓલ્સની ઈન્ડસ્ટ્રીમાં અવગણના કરવામાં આવી . અમને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. મારા પિતા ધર્મેન્દ્રના સમયમાં બોલિવૂડના લોકો પરિવારની જેમ રહેતા હતા. પરંતુ ત્યારપછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ જ કારણોસર અમે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યુ હતું. બોબી, અભય અને અન્ય નવા એક્ટર્સને ઈન્ટ્રોડ્યૂસ કર્યા. આ બેનર હેઠળ બેતાબ, બરસાત અને સોચા ના થા જેવી ફિલ્મો બનાવવામાં આવી હતી. પરંતુ તમામ પ્રયાસો છતાં પ્રોજક્શન કંપનીને નુકસાન થયું.
આ પણ વાંચો: પુતિનને ધરપકડનો ડર સતાવ્યો એટલે બ્રિક્સ સમિટમાં જવાનું કેન્સલ, જિનપિંગ પણ અંતર જાળવશે!
હું સારો બિઝનેસમેન નથી
સનીએ એ સ્વીકાર્યું કે, પ્રોડ્યુસર તરીકે મને નુકસાન થયું. હું ડાયરેક્ટપ બન્યો અને બીજું પણ ઘણું બધુ કર્યું પરંતુ સક્સેસ ન મળી. પરંતુહવે હું કંઈ પ્રોડ્યુસ નથી કરી રહ્યો. હું સારો બિઝનેસમેન નથી, આ વાત સમજવામાં મને 13 વર્ષ લાગ્યા. આ ફિલ્ડમાં લોકો પૈસા કમાઈ પણ છે અને ગુમાવે પણ છે. પરંતુ તેને એક્સપીરિયન્સની જેમ સ્વીકારવું બેસ્ટ છે. તેના પર પસ્તાવો ન થવો જોઈએ.








