'મારા પતિ ગોવિંદાએ દરેક અભિનેત્રી સાથે કર્યું ફ્લર્ટ...' લગ્નસંબંધ અંગે પત્નીએ કરી ચોંકાવનારી વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોવિંદાએ લગભગ બધી જ એક્ટ્રેસ સાથે ફ્લર્ટ કર્યું: સુનીતા
હાલમાં જ સુનીતા 'પતિ પત્ની ઔર પંગા' શોમાં ગેસ્ટ બની પહોંચી હતી. આ શોના હોસ્ટ મુન્નાવર ફારુકીએ સુનીતાને ડાન્સ કરવા કહ્યું. સુનીતાએ ફારુકીને તેના અંદાજમાં જવાબ આપ્યો કે 'મે તેરી બીવી નંબર થોડી હૂં, જો તુ મેરે સાથ ડાન્સ કર રહા હૈ'. સુનીતા કોમેન્ટ કરતા કહ્યું કે તેણે લાગે છે કે આ શો તેના અને ગોવિંદાના લગ્નથી જ પ્રેરિત છે. સુનીતાએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, ગોવિંદાએ લગભગ બધી જ એક્ટ્રેસ સાથે ફ્લર્ટ કર્યું છે. પરંતુ સોનાલી બેન્દ્રે એવી એક્ટ્રેસ છે, જેના સાથે ગોવિંદાએ ક્યારેય ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કર્યો જ નથી. આ સાંભળી સોનાલી પણ શરમાઈ ગઈ.
મારો પતિ 'લેટ-લતીફ' છે
શોમાં ઈશા માલવિયાએ સુનીતાને તેના પતિ ગોવિંદાને રેટિંગ આપવા કહ્યું. ત્યારે સુનીતાએ કહ્યું કે, તેનો પતિ ખૂબ મોડો આવે છે. તે ઘણીવાર ફોન મિસ કરે છે. જવાબદારીઓની વાત કરીએ તો સુનિતાએ ગોવિંદાને 7 માર્ક્સ આપ્યા. ઈશાએ પછી સુનીતાને સંબંધમાં પ્રામાણિકતાને રેટિંગ આપવા કહ્યું. સુનીતાએ પ્રામાણિકતામાં 6 નંબર આપ્યો. સુનીતાની રેટિંગ સાંભળી દર્શકો પણ આશ્ચર્યમાં મુકાયા. સુનિતાએ 'પતિ પત્ની ઔર પંગા' શોમાં ભાગ લેવાનો અનુભવ અદ્ભુત ગણાવ્યો. તેણે કહ્યું કે તેને ફરીથી ગોવિંદાના ગીતો પર નાચવાનો આનંદ આવ્યો. સોનાલી બેન્દ્રે સાથે સમય વિતાવવો તેના માટે ખૂબ જ ખાસ હતો.








