Entertainment

VIDEO: સુનીલ શેટ્ટીએ ખુલ્લેઆમ મિમિક્રી આર્ટિસ્ટની કરી ફજેતી, લોકોએ કહ્યું- 'તુ કલ ભી બદતમીઝ થા ઔર આજ ભી...'

By GS TEAM
26 Aug 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડના 'અન્ના' એટલે કે સુનીલ શેટ્ટી તેની એક્શન ફિલ્મ માટે જાણીતો છે. તેની ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ પર પૈસાનો વરસાદ કરી રહી છે. પણ, હાલમાં જ અભિનેતા ભોપાલમાં એક કાર્યક્રમમાં હાજર થયા ત્યારે ત્યાં એક મિમિક્રી આર્ટિસ્ટની કળાને જોઈને ભડકી ઉઠયા હતા. ત્યાર બાદ સુનીલે માઇક લઈને મિમિક્રી આર્ટિસ્ટની જાહેરમાં આટલું બધુ અપમાન કર્યું કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ ગયો. આ વીડિયો જેવો વાઇરલ થયો કે યુઝર્સ અભિનેતાને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સુનીલ શેટ્ટીએ ખુલ્લેઆમ મિમિક્રી આર્ટિસ્ટની કરી ફજેતી, લોકોએ કહ્યું- 'તુ કલ ભી બદતમીઝ થા ઔર આજ ભી...'
Image Source: IANS 

Suniel Shetty Blasts Mimicry Artist: બોલિવૂડના 'અન્ના' એટલે કે સુનીલ શેટ્ટી તેની એક્શન ફિલ્મ માટે જાણીતો છે. તેની ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ પર પૈસાનો વરસાદ કરી રહી છે. પણ, હાલમાં જ અભિનેતા મધ્યપ્રદેશના ભોપાલમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ત્યાં એક મિમિક્રી આર્ટિસ્ટની કળાને જોઈને ભડકી ઉઠ્યા હતા. ત્યારબાદ સુનીલે માઇક લઈને મિમિક્રી આર્ટિસ્ટની જાહેરમાં આટલું બધુ અપમાન કર્યું હતું,જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ ગયો. આ વીડિયો જેવો વાઇરલ થયો કે યુઝર્સ અભિનેતાને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. 

સુનીલ શેટ્ટી રોષે ભરાયો 

એક મિમિક્રી આર્ટિસ્ટ સ્ટેજ પર સુનીલ શેટ્ટીનો ડાયલૉગ બોલી રહ્યો હતો. જે અભિનેતાને બિલકુલ પસંદ ન આવ્યો. ત્યારે સુનીલે માઇક હાથમાં લઇને કહ્યું કે' ક્યારથી આ ભાઈ સાહેબ અંજલિ... આમ અલગ-અલગ રીતે ડાઈલોગ બોલી રહ્યો છે. જે મારા અવાજમાં તો છે જ નહીં. આટલી ખરાબ મિમિક્રી મેં આજ સુધી ક્યારે જોઈ જ નથી.'

જાહેરમાં અપમાન 

સુનીલે જાહેરમાં કહ્યું, 'જ્યારે સુનીલ શેટ્ટી ડાઈલોગ બોલે છે તો તે એક મર્દની જેમ બોલે છે. આ તો એક બાળકની જેમ બોલી રહ્યો છે. મિમિક્રી કરવી હોય તો સારી રીતે કરો. ખરાબ મિમિક્રી ન કરવી જોઈએ.' ત્યારબાદ મિમિક્રી આર્ટિસ્ટે જાહેરમાં સુનીલની માફી માગી. તે સુનીલના અવાજની મિમિક્રી કરવાનો પ્રયાસ નહોતો કરી રહ્યો. તેની પર સુનિલે કહ્યું કે 'તું મારી મિમિક્રી કરવાનો પ્રયત્ન પણ ન કરતો. સુનીલ શેટ્ટી બનવા માટે હજી તને ઘણો સમય લાગશે. તું બચ્ચું છે હજુ. ફક્ત વાળ વધારવાથી કોઈ સુનીલ શેટ્ટી નથી બની જતો. તે સુનીલ શેટ્ટીની એક્શન ફિલ્મ જોઈ નથી. કે તો તે પણ બતાવી દઉ તને.' આ વીડિયો વાઇરલ થયા પછી સોશિયલ મીડિયામાં યુઝર્સ સુનીલ શેટ્ટીને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ વાંચો : અક્ષય-સૈફની ફિલ્મમાં કોની એન્ટ્રી? આ અભિનેત્રી 'હેવાન'માં જોવા મળશે!

ટ્રોલ થયો સુનીલ શેટ્ટી 

એક યૂઝરે આ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, 'ધડકન ફિલ્મનો એક ડાઈલોગ યાદ આવી ગયો..  તૂ કલ ભી બદતમીઝ થા ઔર આજ ભી બદતમીઝ હૈ.' બીજા યૂઝરે લખ્યું કે, 'જ્યાદા ઘમંડ મત કરો મિટ્ટી મે હી મિલના હૈ.' ત્રીજા એક યુઝરે લખ્યું કે, 'સ્ટેજ પર એક મોટા કલાકારે નાના કલાકારનું અપમાન ન કરવું જોઈએ. આ ઘમંડ સિવાય કંઇ જ નથી અને કહેવત છે ને, ઘમંડી કા સિર નીચા.' જણાવી દઇએ કે સુનીલ શેટ્ટી છેલ્લીવાર 'કેસરી વીર' ફિલ્મમાં નજર આવ્યો હતો. જે મે 2025માં રિલીઝ થઈ હતી.