કપિલ શર્માની ઓનસ્ક્રીન વાઈફ સાથે ગેરવર્તણૂક, લોકોના ટોળાએ કારને ઘેરી લીધી
શું થયું હતું સુમોના ચક્રવર્તી સાથે?
સુમોના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે કોઈ પણ મુદ્દે તેની વાત સામે રાખવા કોઈનાથી પાછળ નથી રહેતી. 'કપિલ શર્મા શો'ના કારણે તે ખૂબ જાણીતી થઈ. એવામાં સુમોનાએ મુંબઈમાં થયેલી હેરાનગતિને સાંભળી આશ્ચર્યચકિત થઈ ગઇ હતી. એક્ટ્રેસે જણાવ્યું કે તે મુંબઈના કોલાબાથી ફોર્ટ તરફ જઇ રહી હતી, ત્યારે તેની પર અચાનક પ્રદર્શનકારીઓ તેની પર હુમલો કર્યો હતો. તેની સાથે એક વાર નહીં, પણ બે વાર હુમલો થયો અને આ બધુ માત્ર 5 મીનિટની અંદર થયું. સુમોનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે 'મુંબઈમાં મારી યાત્રા મારા જીવનનો એક ભાગ બની ગયો છે. ખાસ કરીને સાઉથ મુંબઈમાં હું પોતાને ખૂબ જ સુરક્ષિત અનુભવી રહી હતી. પણ આજે ભર બપોરે પોતાની ગાડીમાં બેસી, ત્યારે અસુરક્ષતિ અનુભવ થયો'
મુંબઈમાં સુરક્ષાને લઈને શું કહ્યું સુમોનાએ ?
સુમોનાએ આગળ જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે ખૂબ ભાગ્યશાળી હતી કારણ કે તેની ગાડીમાં તેનો એક મિત્ર પણ હાજર હતો,જો તે એકલી હોત તો વાત બીજી જ કઇ હોત. તે આ આખી ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કરવા ઇચ્છતી હતી, પણ તેને ડર હતો કે પ્રદર્શનકારીઓ ભડકી ન ઉઠે. સુમોનાએ છેલ્લે લખ્યું કે, 'એક ટેક્સ ચૂકવનારી નાગરિક તરીકે, એક મહિલા તરીકે અને એક મુંબઈપ્રેમી તરીકે, આજે કાળજાને ખૂબ દુ:ખ પહોંચ્યું છે ખરેખર પરેશાન છું. અમને સારી સુવિધા સાથે રહેવાનો હક મળવો જોઈએ. ફક્ત શહેરથી નહીં પણ તે સિસ્ટમથી પણ એવી અપેક્ષા રાખીએ છીએ જેમણે અમારી સુરક્ષાનું વચન આપ્યું છે'.સુમોનાના પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ, તો તે છેલ્લે કલર્સ ટીવીના સ્ટંટ રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી'માં દેખાઈ હતી. જ્યાં તેની યાત્રા ખૂબ ખાસ નહોતી રહી જેટલી તેના ચાહકોએ તેનાથી અપેક્ષા રાખી હતી.