બનતા પહેલા જ બંધ થઇ પ્રિયંકા-આલિયા અને કેટરીનાની ફિલ્મ? એક્ટરે કર્યો ખુલાસો
Jee Le Zaraa: બોલિવૂડના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક ફરહાન અખ્તર છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની એક્ટિંગના પ્રોજેક્ટને લઈને નહીં પણ, દિગ્દર્શનના પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. જ્યારથી તેણે 'ડોન 3' અને 'જી લે જરા' જેવી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે, ત્યારથી ચાહકોની એક્સાઇટમેંટ વધી ગઈ છે. જોકે હજી સુધી આ પ્રોજેક્ટ પર ફાઇનલ અપડેટ શું છે, તેની જાણકારી સામે આવી નથી.
આ પણ વાંચો : શાહિદ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ રોમિયોનું શૂટિંગ પૂર્ણ
શું છે 'જી લે જરા' ફિલ્મની ફાઇનલ અપડેટ?
ફરહાન અખ્તરે વર્ષ 2021માં જાહેરાત કરી હતી કે તે પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ અને કેટરિના કેફ સાથે ફિલ્મ 'જી લે જરા' બનાવશે. જે જોયા અખ્તરની ફિલ્મ 'ઝીંદગી ના મિલેગી દોબારા' જેવી હશે. ફિલ્મની શૂટિંગ હજી સુધી શરૂ થઈ નથી. એવું કહેવાઈ રહ્યું છે કે પ્રિયંકા, આલિયા અને કટરિનાની ડેટ્સના કારણે ફિલ્મનું શેડ્યુલ બની શક્યું નથી. રિપોર્ટ્સ પ્રમાણે મેકર્સ બધી જ અભિનેત્રીને એક સાથે નથી લઈ આવી શકતા જેના કારણે આ પ્રોજેક્ટને સ્થગિત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ફિલ્મમાં ફાઇનલ અપડેટ સામે આવ્યું છે પોતે ફરહાને કહ્યું કે 'જી લે જરા' ફિલ્મને બંધ કરવામાં આવી નથી તેની પર કામ ચાલુ છે'. એક યૂટ્યુબ ચેનલના ઇન્ટરવ્યૂમાં ફરહાને 'જી લે જરા' ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું હતું કે,' મને તે કહેવું બિલકુલ પસંદ નથી કે ફિલ્મને બંધ કરવામાં આવી છે. હું તો બસ એટલુંજ કહીશ કે આ ફિલ્મ જરૂર બનશે. મને નથી ખબર ક્યારે બનશે, પણ તેની સ્ક્રિપ્ટ ખૂબ શાનદાર છે.'
આ પણ વાંચો: તારા સુતરિયા અને વીરે તેમના સંબંધો ઓફિશિયલ કર્યા
ક્યારે શરૂ થશે ફિલ્મની શૂટિંગ ?
ફરહાને આગળ જણાવ્યું કે ફિલ્મ માટે ઘણુ બધુ કામ કરાયું છે. જો કે હાલમાં ફિલ્મની ફાઇનલ કાસ્ટિંગ હજી સુધી ફરહાને જણાવી નથી. ફરહાને કહ્યું ,' ફિલ્મના શૂટિંગ માટે લોકેશન પણ શોધી લીધું છે અને તેનુ મ્યૂઝિક પણ પહેલાથી જ રેકોર્ડ કરાયેલું છે. ઘણુ બધુ થઈ ગયું છે. હવે ફક્ત સારા સમયની રાહ જોવાઇ રહી છે. અમે જરૂર હવે આ ફિલ્મ બનાવા તૈયાર છે'.'જી લે જરા' ફિલ્મ વિશે વાત કરીએ, તો છેલ્લા ચાર વર્ષમાં આ ફિલ્મ પર ઘણી અપડેટ્સ સામે આવી હતી.એવું જાણવા મળ્યું હતું કે કેટરિનાએ આ ફિલ્મમાં કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે, તો પ્રિયંકા ચોપરાએ તેની ડેટ્સના કારણે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. ફરહાન અખ્તરે પણ એક ઇન્ટરવ્યૂમાં પુષ્ટિ કરી હતી કે તેની ફિલ્મ એક્ટર્સની ડેટ્સના કારણે મોડી પડી રહી છે. હવે જોવાનું રહેશે કે 'ડોન 3' પછી, તે 'જી લે જરા' પર કામ કરશે કે નહીં.