એસએસ રાજામૌલીએ મહેશબાબુની એસએસએમબી ૨૯નું પ્રથમ લુક શેર કર્યું

- ટીઝરની ઘોષણા નવેમ્બર મહિનામાં કરશે
મુંબઇ : મહેશબાબુએ શનિવારે પોતાનો ૫૦ જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે એસએસ રાજામૌલીએ તેની આવનારી ફિલ્મનું પ્રથમ સત્તાવાર પોસ્ટર રિલીઝ કર્યું હતું અને ફિલ્મનું ટીઢલ નવેમ્બર મહિનામાં કરવાની ઘોષણા કરી હતી. પોસ્ટરમાં અભિનેતાનો ચહેરો દેખાડવામાં આવ્યો નથી.તસવીરમાંજોવા મળતી વ્યક્તિએ બ્રાઉન કલરનું શર્ટ પહેર્યું છે અને તેનામાં ગળામાં રૂદ્રાક્ષની માળા જોવા મળી રહી છે, જેની સાથે ત્રિશુલ અને નંદીનું પેડન્ટ પણ જોવા મળે છે. આ પોસ્ટના કેપ્શનાં લખવામાં આવ્યું છે કે, નવેમ્બર ૨૦૨૫માં જોવા મળશે, ગ્લોબ ટ્રોટર.
નિર્માતાએ ફિલ્મનું ટીઝર જાહેર ન કરવા બદલ સ્પષ્ટતા કરી હતી કે, અમે શૂટિંગ તો લાંબા સમયથી શરૂ કરી દીધું છે. ફિલ્મના પ્રથમ ટીઝરને યોગ્ય ન્યાય આપવા માટે તેના પર હાલ કામ ચાલી રહ્યું છે. જેથી થોડો સમય લાગી રહ્યો છે, અમને ખાતરી છે કે, નવેમ્બરમાં અમે ટીઝરનું લુક બહાર પાડી શકીશું.
અમે આ ફિલ્મનું ટીઝર પહેલા કદી જોવામાં આવ્યું ન હોવાનું હોય એવું બનાવી રહ્યાના પ્રયાસ કરી રહ્યા છીએ.
આ ફિલ્મમાં મહેશબાબુ સાથે પ્રિયંકા ચોપરા જોનાસની જોડી જોવા મળવાની છે. તેમજ પૃથ્વીરાજ સુકુમારન પમ મહત્વના રોલમાં જોવા મળશે.









