Squid Game 3 Review: ગેમ ઓછી અને વાતો વધારે, પરંતુ જોવી તો ગમશે, ફાઈનલ સિઝનમાં કોણ બચ્યું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Squid Game 3 Review: સ્ક્વિડ ગેમ, દુનિયાની સૌથી ભયાનક અને લોકપ્રિય સીરિઝોમાંથી એક છે, જેની ત્રીજી સિઝન હવે રિલીઝ થઈ છે અને દુનિયાભરના ચાહકો, ખાસ કરીને ભારતમાં ચાહકો આ સીરિઝને લઈને ઘણા ઉત્સાહિત છે. આ સિઝન 6 એપિસોડ રજૂ કરવામાં આવી છે, તો ચાલો જાણીએ કે આ સીરિઝ કેવી છે.
સ્ટોરી: 'સ્ક્વિડ ગેમ 3' સિઝન 2 રિલીઝના ઠીક પછીથી શરૂ થાય છે, જ્યાં પ્લેયર નંબર 456 (સિયાંગ ગી-હુન) અને અન્ય પાત્રોના જીવનમાં મોટા ફેરફારો જોવા મળે છે. જો તમે છેલ્લી સિઝન જોઈ નથી જોઈ, તો તે સિઝન પહેલા જોવી જરૂરી છે, નહીં તો સ્ટોરી સમજવામાં મુશ્કેલી થઈ શકે છે. અનેક સવાલો જેવા કે ગી-હુનનો આગળનો સ્ટેપ શું, ફ્રન્ટ મેનનું ભવિષ્ય શું હશે અને પોલીસવાળાને એ રહસ્યમયી આઇલેન્ડ મળશે કે નહીં, તેનો જવાબ આ સીરિઝમાં જાણવા મળશે.
કેવી છે સીરિઝ?
ફિનાલેના દૃષ્ટિકોણથી આ સીરિઝ નોર્મલી ઓકે ઓકે જ કહી શકાય. સિઝન 2ની જેમ અહીં પણ ગેમ્સની સંખ્યા ઓછી છે અને વાતચીત અને ઇમોશનલ પળો પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. પહેલી સિઝન તેના ભયાનક અને રોમાંચક ગેમ્સ માટે ક્લાસિક માનવામાં આવે છે, પરંતુ સિઝન 3માં એ થ્રિલ ગાયબ લાગે છે. એક નવો અને અનોખો પ્લેયર પણ ગેમમાં જોડાય છે, જેની ઓળખ અને ઉંમર સીરિઝ જોવાથી જ જાણવા મળશે. ઇમોશનલ દ્રશ્યો બતાડવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ સ્ક્વિડ ગેમમાં પંચાયત જેવો ડ્રામા નથી અમુક ચાહકો તો ગેમ્સનો રોમાન્સ ઈચ્છે છે.
આ પણ વાંચો :'હું એક કે દોઢ ચમચી જ ભાત ખાઉં છું', સલમાન ખાને ડાયટ પ્લાન જણાવ્યો
છેલ્લી સિઝન હતી ?
શોનો અંત એવી રીતે થયો છે કે લાગે છે કે આ ફિનાલે છે અને આગળની સિઝન રિલીઝ નહીં થાય. જોકે, છેલ્લે એક ટ્વિસ્ટ એવો આવે છે કે નવી શરૂઆતની સંભાવના બનતી દેખાય છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બધું શક્ય છે, પરંતુ જો આગળનો હિસ્સો આવે તો તેને પહેલી સિઝન જેવો થ્રિલિંગ રહેવું જોઈએ.
અભિનય: લી જંગ-જે (ગી-હુન) એ ફરી એકવાર ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને પૂર્ણ સિઝમમાં હીરો બન્યો હતો. લી બ્યુંગ-હુનએ ફ્રન્ટ મેનના પાત્રની ભૂમિકા ભજવી હતી, જ્યારે વી હા-જૂનનો અભિનય પણ પ્રભાવશાળી હતો. બધા એક્ટર્સે પોતાના રોલને સારી રીતે ભજવ્યો છે.
દિગ્દર્શન: હ્વાંગ ડોંગ-હ્યુકે આ સીરિઝ બનાવી છે, પણ ત્રીજા સિઝનમાં તે સીરિઝને વધુ ખેંચતા દેખાય છે. સીરિઝની મોટી નબળાઈ એ હતી કે. સેટ અને પાત્ર પ્રભાવશાળી છે, પરંતુ સ્ક્વિડ ગેમ માટે જાણીતા એ રોમાંચક એલિમેન્ટ ઓછું દેખાયું.









