Entertainment

અલ્લૂઅર્જુનની આગામી ફિલ્મ શક્તિમાન હોવા પર અટકળ

By GS TEAM
15 Jun 20251 min read
અલ્લૂઅર્જુનની આગામી ફિલ્મ શક્તિમાન હોવા પર અટકળ

- મતલબ હવે આ સુપરહીરો ફિલ્મમાં રણવીર સિંહની છુટ્ટી થઇ ગઇ હોવા પર ચર્ચા

મુંબઇ : અલ્લુ અર્જૂને હાલમાં જ મલાયલમ દિગ્દર્શક જોસેફ બેસલી સાથે ફિલ્મ સાઇન કરી છે. હવે આ ફિલ્મ માટે એવો દેવો કરવામાં આવી રહ્યો છે કે,અભિનેતા આ ફિલ્મમાં શક્તિમાનના રોલમાં જોવા મળવાનો છે. 

જોકે આ પહેલા શક્તિમાનની ભૂમિકા રણવીર સિંહ કરવાનો હતો. પરંતુ મુકેશ ખન્નાને રણવીર સિંહ આ રોલ માટે યોગ્ય નહોતો લાગ્યો અને એણે જ રણવીરના સ્થાને અલ્લુ અર્જુનને લેવાનું સૂચન કર્યું હતું. 

જોકે અલ્લુ અર્જૂન શક્તિમાનની ભૂમિકા કરવાનો તેવી કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.તે એક સુપરહીરો ફિલ્મની તૈયારી ક્રરી રહ્યો હોવાથી લોકોએ અટકળ બાંધી છે. 

એક વાતએવી પણ છે કે, અલ્લુ અર્જુન શક્તિમાન નહીં પરંતુ ્અન્ય એક સુપરહીરોની ભૂમિકાની તૈયારી કરી રહ્યો છે. અલ્લુ અર્જૂન શક્તિમાનનો રોલ કરવાનો હોવાનો રિપોર્ટ અન ેદાવો સાચો હશે કે નહીં તે તો સમય જ દાખવશે પરંતુ આ સમાચારથી અલ્લુ અર્જૂનના ચાહકો ગેલમાં આવી ગયા છે. તેમજ અભિનેતા જ આ રોલને યોગ્ય ન્યાય આપી શકવા સક્ષમ હોવાનું કહી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, એકટર પહેલાથી સુપરહીરોના પાત્રને લઇને ચર્ચામાં છે. તેની સુપરહીરો ફિલ્મનું નિર્માણ સોની પિકચર્સ કરવાની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચા પણ હતી.