Entertainment

ડોન થ્રીમાં વિલનના રોલ માટે સાઉથના અર્જુન દાસને ઓફર

By GS TEAM
24 Sep 20251 min read
ડોન થ્રીમાં વિલનના રોલ માટે સાઉથના અર્જુન દાસને ઓફર

- વિક્રાંતે ફિલ્મ છોડતાં નવા વિલનની શોધ

- ફિલ્મનું  શૂટિંગ શરૂ થતાં હજુ ત્રણ ચાર મહિનાનો સમય લાગી શકે છે

મુંબઇ : વિક્રાંત મૈસીએ 'ડોન થ્રી' છોડી દીધા બાદ ફરહાન અખ્તર વિલન માટે નવા કલાકારની શોધ કરી રહ્યો છે. આ માટે તેણે સાઉથના અભિનેતા અર્જુન દાસનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. 

અર્જુન દાસ તમિલ ઈન્ડસ્ટ્રીમાં 'કૈથી' સહિતની ફિલ્મો કરી ચૂક્યો છે. તે આ ઓફર સ્વીકારશે તો 'ડોન થ્રી' બોલીવૂડમાં તેની ડેબ્યૂ ફિલ્મ  બનશે. 

ફિલ્મનાં કાસ્ટિંગમાં થઈ રહેલા ફેરફારોને કારણે શૂટિંગ વધુને વધુ લંબાઈ રહ્યું છે. હવે આગામી જાન્યુઆરી કે ફેબુ્રઆરીમાં શૂટિંગ શરુ થાય તેવી ધારણા છે.