Get The App

સોનૂ સૂદને વિરોધ પક્ષ ભાજપનો એજન્ટ ગણાવે છે

- મહારાષ્ટ્ર સરકારને નિષ્ફળ દેખાડવા માટે સોનૂ બીજેપીના ઇશારે કામ કરી રહ્યો હોવાનો આક્ષેપ

Updated: Jun 5th, 2020

GS TEAM

Google News
Google News
સોનૂ સૂદને  વિરોધ પક્ષ ભાજપનો એજન્ટ ગણાવે છે 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 04 જૂન 2020, ગુરુવાર

કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં સોનૂ સૂદ શ્રમિકોનો મસીહા બની ગયો છે. તેણે પરપ્રાંતીય મજૂરોને પોતાના ઘર ભેગા કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આજે લોકો તેના વખાણ કરી રહ્યા છે,જેને જેને તેણે આ કપરી પરિસ્થિતિમાં તેમના ઘર ભેગા કર્યા છે તેઓ સોનૂને ભગવાન સમાન માની રહ્યા છે. તેના આ સદકાર્યમ ાટે મહારાષ્ટ્રના રાજ્યપાલે પણ તેની સાથે મુલાકાત કરીને તેના કામને વખાણ્યું હતું. 

પરંતુ સોશિયલ મીડિયા પર એવા પણ લોકો છે જેઓ સોનૂ સૂદનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સોનૂ પર બીજેપીના એજન્ટ હોવાનો આક્ષેપમ ુકી રહ્યા છે. તેમનું માનવું છે કે, સોનૂએ મહારાષ્ટ્ર સરકારને નિષ્ફળ દેખાડવાનું કામ કર્યું છે અને તે બીજેપીના ઇશારે કામ કરી રહ્યો છે. 

એટલું જ નહીં તેઓ સોનૂની સરખામણી અન્ના હજારે સાથે કરી હ્યા છે. જેમણે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલન શરૂ કર્યું હતું. જેના કારણે જ આમ આદમી પાર્ટીનું નિર્માણ થયું અને કોગ્રેસની સત્તા છીનવાઇ ગઇ હતી. 

Tags :