સોનુ નિગમે સોશિયલ મીડિયા પર વાઈરલ રાજુ કલાકાર સાથે ગીત ગાયુ, જુઓ ફેન્સનું રિએક્શન
Sonu Nigam Meets Raju Kalakar: ઇન્સ્ટાગ્રામ પર છેલ્લા અમુક દિવસોથી એક ગીત ખૂબ જ વાઇરલ થઈ રહ્યું છે,જેનુ નામ છે 'દિલ પે ચલાઇ છુરિયા'. આ ગીત વર્ષ 1995માં ફિલ્મ 'બેવફા સનમ'નું છે, જેને સિંગર સોનુ નિગમે ગાયું હતું. 30 વર્ષ પછી આ ગીતને રાજુ ભટ્ટે ગાયું હતું જે હાલમાં ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાઇરલ છે. રાજુ આ ગીત બે પથ્થરના ટુકડાને વગાડીને ગાઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો એટલો વાઇરલ થયો કે સોનુએ પણ વીડિયો જોઈ ખૂબ પ્રશંસા કરી. હાલમાં રાજુએ સોનુની મુલાકાત લીધી તેની સાથે વીડિયો બનાવી શેર કર્યો.
વીડિયોમાં સોનુ નિગમ અને રાજુ કલાકાર બંને મળીને 'દિલ પે ચલાઇ છુરિયા' ગાઈ રહ્યા છે. સોનુ પથ્થરના બે તુકડા વગાડીને મ્યૂઝીક વગાડી રહ્યો છે તો રાજુ ગીત ગાઈ રહ્યો છે. આ વીડિયોને ટી-સીરિઝની પાર્ટનરશિપ સાથે બનાવ્યો છે. સાથે સોનૂએ હિંટ આપી છે કે તે અને રાજુ કલાકાર જલદી બંને ગીતનું નવું વર્ઝન રિલીઝ કરશે
સોનુ નિગમ હવે રાજુ કલાકાર સાથે બનાવશે ગીત
સોનુ નિગમે રાજુ ક્લાકાર સાથે ગાયેલુ ગીત તેના ઇંસ્ટાગ્રામમાં શેર કરતાં લખ્યું કે ' આપ એસે ગુનગુના રહે હૈ. અબ ઇસસે પહેલે જૈસા સુનને કે લીએ તૈયાર હો જાઈએ, ઇસ સોમવાર કુછ ખાસ આ રહા હૈ' આ સાંભળી ચાહકો પણ ખુશ ખુશાલ થઈ ગયા. સોશિયલ મીડિયામાં એક યૂઝર્સે લખ્યું લે 'રાજુ ભાઈની તો લોટરી લાગી ગઈ છે, ખૂબ લકી છે રાજુ ભાઈ' ત્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે 'રાજુ ભાઈ ખૂબ સરસ ગીત ગાઈ રહ્યા છે'