Get The App

બીજી વખત મા બનશે સોનમ કપૂર, બેબી બમ્પ સાથેની તસવીરો કરી શેર; પ્રિયંકા-કરીનાએ આપી શુભેચ્છા

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
બીજી વખત મા બનશે સોનમ કપૂર, બેબી બમ્પ સાથેની તસવીરો કરી શેર; પ્રિયંકા-કરીનાએ આપી શુભેચ્છા 1 - image


Sonam Kapoor Announces Her Second Pregnancy: છેલ્લા થોડા દિવસોમાં બોલિવૂડના ઘણા સ્ટાર કપલ્સ માતા-પિતા બન્યા છે. પરિણીતી ચોપરાથી લઈને કેટરિના કૈફ સુધી ઘણા સ્ટાર્સ માતા-પિતા બન્યા છે. આ વચ્ચે હવે બોલિવૂડની ફેશન આઈકન અને એક્ટ્રેસ સોનમ કપૂર આહૂજાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે ગૂડ ન્યૂઝ શેર કરી છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી કેટલીક સ્ટાઈલિશ તસવીરો સાથે બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.

બીજી વખત મા બનશે સોનમ કપૂર

સોનમ કપૂર અને આનંદ આહુજા ટૂંક સમયમાં બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. સોનમે પોતાના સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોનમ ગુલાબી કલરના આઉટફીટમાં નજર આવી રહી છે. સોનમનો આ લુક એકદમ ગ્લેમરસ અને સ્ટાઈલિશ લાગી રહ્યો છે.

 


પ્રિયંકા-કરીનાએ આપી શુભેચ્છા

આ તસવીરો શેર કરતા સોનમે કેપ્શનમાં લખ્યું છે, 'મધર'. હવે એક્ટ્રેસની આ પોસ્ટ પર સેલેબ્સ અને ચાહકો તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. ઘણા સ્ટાર્સે સોનમ કપૂરને અભિનંદન પાઠવ્યા છે. તેમાં પ્રિયંકા ચોપરા, પરિણીતી ચોપરા અને કરીના કપૂર સહિત ઘણા સ્ટાર્સે સોનમને અભિનંદન પાઠવ્યા છે. આ તસવીમાં સોનમ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો છે. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે તેના બાળકનો જન્મ 2026માં થશે.

આ પણ વાંચો: 'અમે RBI ઓફિસર છીએ, રોકડા જમા કરો', બેંગલુરુમાં ફિલ્મી સ્ટાઈલમાં રૂ. 7 કરોડની લૂંટ

તમને જણાવી દઈએ કે, સોનમ અને આનંદે 2018માં લગ્ન કર્યા. સોનમ અને આનંદના લગ્નમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. લગ્નના ચાર વર્ષ પછી આ કપલે 2022માં પુત્ર વાયુનું સ્વાગત કર્યું હતું. હવે આ કપલ બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. 

Tags :