Entertainment
સોનમ બાજવા બોર્ડર ટુમાં મુખ્ય હિરોઇન તરીકે જોવા મળશે
By GS TEAM
15 Jun 20251 min read

મુંબઇ : બોર્ડર ટુમાં સીન દેઓલ, દિલજીત દોસાંઝ અને વરુણ ધવનની ત્રિપુટી જોવા મળવાની છે. જ્યારે આ ફિલ્મ માટે એક અભિનેત્રી સોનમ બાજવાની પસંદગી થઇ ગઇ છે. જે જુન મહિનાથી લઇને શૂટિંગના અંત સુધી જોવા મળશે. રિપોર્ટસના અનુસાર, તે ફિલ્મમાં પંજાબની એક મજબૂત યુવતીનો રોલ નિભાવતી જોવા મળશે.સોનમ જોડી દિલજીત દોસાંઝ સાથે બનવાની હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાંઆવ્યો છે. હજી બે અભિનેત્રીઓની પસંદગી બાકી હોવાનું કહેવાઇ રહ્યું છે. બોર્ડર ટુમાં મૂળ ફિલ્મનું ગીત સંદેશે આતે હૈને ફરી લેવામાં આવ્યું છે.આ ગીત આ ફિલ્મનું મુખ્ય કેન્દ્ર હોવાનું કહેવાય છે. જેના રાઇટસનિર્માતાએ અઢળક કિંમતઆપીને ખરીદ્યા છે.
બોર્ડર ટુની રિલીઝ આવતા વરસના ૨૩ જાન્યુઆરીના રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની વાર્તા ૧૯૭૧માં ઇન્ડિયા-પાકિસ્તાનની વોરની પુષ્ઠભૂમિ પર આધારિત છે.








