Entertainment

સોનાલી કુલકર્ણી અને મૌની રોયે ધી વાઈવ્સનું શૂટિંગ શરુ કર્યું

By GS TEAM
9 Jul 20251 min read
સોનાલી કુલકર્ણી અને મૌની રોયે ધી વાઈવ્સનું શૂટિંગ શરુ કર્યું

- બોલીવૂડ કલાકારોની પત્નીઓ પરની ફિલ્મ 

- લાંબા સમય પછી મધુર ભંડારકર વધુ એક વાસ્તવદર્શી ફિલ્મ બનાવશે 

મુંબઇ : મધુર ભંડારકરે પોતાના નિર્દેશન હેઠળની ફિલ્મ 'ધી વાઈવ્સ'નું શૂટિંગ શરુ કર્યું છે. આ ફિલ્મોમાં ફિલ્મ સ્ટાર્સની પત્નીઓની અંગત જિંદગીની વાતો હશે. 

ઉલ્લેખનીય છે કે આ જ થીમ પર અગાઉ 'ફેબ્લુયસ લાઈવ્સ ઓફ બોલીવૂડ વાઈવ્સ' શો ઓટીટી પર આવી ચૂક્યો છે. જોકે, તે રિયાલિટી શો હતો જ્યારે મધુર ભંડારકર પોતાની સ્ટાઈલ પ્રમાણે ફિક્શનનો આધાર લઈ વાસ્તવદર્શી ફિલ્મ બનાવશે. 

 આ ફિલ્મમાં સોનાલી કુલકર્ણી અને મૌની રોય મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત રેજિના કસાંદ્રા, રાહુલ ભટ્ટ, સૌરભ સચદેવા અને ફ્રેડી દારુવાલા સહિતના કલાકારો છે. 

મધુર ભંડારકરની અગાઉની ફિલ્મ 'હિરોઈન'માં પણ બોલીવૂડની આંતરિક બાબતો દર્શાવાઈ હતી. તેની ફિલ્મ 'પેજ થ્રી'માં ંપણ બોલીવૂડ સેલેબ્સનાં  પાર્ટી કલ્ચર સહિતની બાબતો દર્શાવાઈ હતી.