Get The App

સોનાક્ષીએ 14 કરોડનો ફલેટ પાંચ વર્ષે 22 કરોડમાં વેંચ્યો

Updated: Feb 4th, 2025

GS TEAM

Google News
Google News
સોનાક્ષીએ 14 કરોડનો ફલેટ પાંચ વર્ષે 22 કરોડમાં વેંચ્યો 1 - image


- વધુ એક બોલીવૂડ સ્ટાર દ્વારા પ્રોપર્ટી ડીલ

- મુંબઈના પોશ બાંદરા વિસ્તારના ફલેટમાં સોનાક્ષીને પાંચ વર્ષમાં 61 ટકા વળતર

મુંબઈ : ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ મુંબઈના બાંદરા વિસ્તારમાં આવેલો તેનો ફલેટ ૨૨ કરોડમાં વેચી દીધો છે. આ જ બિલ્ડિંગમાં સોનાક્ષીના બે ફલેટ હતા. તેમાંથી એક તેણે વેચી દીધો છે. 

સોનાક્ષીએ મે ૨૦૨૦માં ૧૪ કરોડ રુપિયામાં આ ફલેટ ખરીદ્યો હતો. આમ પાંચ વર્ષમાં તેને ૬૧ ટકાનું વળતર મળ્યું છે. 

આ ફલેટ ૪૨૧૧ સ્કવેર ફૂટનો છે. તેની સાથે ત્રણ કાર પાર્કિંગ પણ એલોટ કરાયાં છે. 

સોનાક્ષીના આ પ્રોપર્ટી સોદામાં ૧.૩૫ કરોડની સ્ટેમ્પ ડયૂટી ચૂકવાઈ છે. 

બોલીવૂડમાં છેલ્લા કેટલાય સમયથી પ્રોપર્ટી સોદા થઈ રહ્યા છે. શ્રદ્ધા કપૂર, માધુરી દીક્ષિત અને અમિતાભ બચ્ચને પણ તાજેતરમાં મોટાપાયે પ્રોપર્ટીની લે વેચ કરી છે. 

Tags :