સોનાક્ષી સિંહા તેલુગુ મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ માટે તૈયાર


- આ ફિલ્મ માટે હુમા કુરેશી અને ત્રિશાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો

મુંબઇ : સોનાક્ષી સિંહા બોલીવૂડના દર્શકોનું મનોરંજન કરવામાં નિષ્ફળ ગઇ છે. તેની કારકિર્દીને લઇને એક સમાચાર છે કે, અભિનેત્રી હવે જલદી જ સાઉથમાં ધમાકો કરવાની છ.ે સોનાક્ષી સિંહા તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાની છે.સોનાક્ષીએ હજુ સુધી આ ફિલ્મ સાઇન કરી નથી. તે આ ફિલ્મ સાઇન કરે પછી જ ફિલ્મસર્જક સત્તાવાર રીતે ઘોષણા કરશે. 

સોનાક્ષી તેલુગુ ફિલ્મમાં અભિનેતા મંદમુરી બાલકૃષ્ણના સાથે ડેબ્યુ કરી રહી છે. ફિલ્મ એનબીકે ૧૦૮માં તે મુખ્ય રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનિલ રવિપુડીનું છે.

સોનાક્ષી જોકે હાલ સંજય લીલા ભણશાલીની વેબ સીરીઝ હીરામંડીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પ્રોજેક્ટ પુરો થયા પછી જ સોનાક્ષી બીજા પ્રોજેક્ટને શરૂ કરવાની છે. 

આ પહેલા પણ ભૂતકાળમાં સોનાક્ષીએ બાલકૃષ્ણ સાથે કામ કરવા રાજી થઇ હતી. પરંતુ ચોક્કસ વિવાદોને કારણે તે છેલ્લી ઘડીએ એ ફિલ્મમાંથી નીકળી ગઇ હતી. 

આ તેલુગુ ફિલ્મ માટે હુમા કુરેશી અને ત્રિશાનો પણ સંપર્ક કરવામા ંઆવ્યો હતો. પરંતુ નિર્માતા-દિગ્દર્શકે અંતે સોનાક્ષીને ફાઇનલ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી સિંહાએ સલમાન ખાન સાથે ફિલ્મ દબંગથી પોતની કારકિર્દીની શરૂઆત કરી હતી. સશિય મીડિય ાપર તે સક્રિય છે અને તેના ફેન ફ્લોવિંગની સંખ્યા ઘણી છે. 

City News

Sports

RECENT NEWS