Entertainment

46 ફ્લોપ આપનારા અભિનેતાનો દીકરો ‘બોર્ડર 2’માં ‘ધમાલ’ મચાવશે, સની દેઓલનો આ ‘ફૌજી’ શું કરવાનો છે?

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
Border 2: સની દેઓલની ‘ગદર 2’ ફિલ્મને જે લોકપ્રિયતા મળી હતી, તે હજુ પણ યથાવત્ છે. ‘જાટ’ના કલેક્શનના આંકડા ભલે સારા હોય કે નહીં પરંતુ અભિનેતાએ ચાહકોને સંપૂર્ણપણે પ્રભાવિત કર્યા છે. સની દેઓલ હાલમાં ‘બોર્ડર 2’નું શૂટિંગ કરી રહ્યો છે. ત્યાર એવી ચર્ચા થઈ રહી છે કે 46 ફ્લોપ ફિલ્મ આપનાર અભિનેતાનો દીકરો પણ ‘બોર્ડર 2’ માં જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

46 ફ્લોપ આપનારા અભિનેતાનો દીકરો ‘બોર્ડર 2’માં ‘ધમાલ’ મચાવશે, સની દેઓલનો આ ‘ફૌજી’ શું કરવાનો છે?

Border 2: સની દેઓલની ‘ગદર 2’ ફિલ્મને જે લોકપ્રિયતા મળી હતી, તે હજુ પણ યથાવત્ છે. ‘જાટ’ના કલેક્શનના આંકડા ભલે સારા હોય કે નહીં પરંતુ અભિનેતાએ તેના ચાહકોને સંપૂર્ણપણે પ્રભાવિત કર્યા છે. સની દેઓલ હાલમાં ‘બોર્ડર 2’નું શૂટિંગ કરી રહ્યો છે. ત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે 46 ફ્લોપ ફિલ્મ આપનાર અભિનેતાનો દીકરો પણ ‘બોર્ડર 2’ માં જોવા મળશે. 

પિતાનો વારસો આગળ વધારશે દીકરો

બોલિવૂડના અભિનેતા સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ બોર્ડર 2નું શૂટ પૂર્ણ કર્યું છે. ફાધર્સ ડેના દિવસે અભિનેતાએ કામ શરૂ કર્યું હતું માટે આ એક ખાસ દિવસ છે. જ્યારે અહાન તેના પિતા સુનિલ શેટ્ટીનો વારસો આગળ વધારશે. ફિલ્મમાં અહાન શેટ્ટી એક ફોજીની ભૂમિકા ભજવશે. જેની માટે તે ફિઝિકલ ફિટનેસ વધારવા ઘણાં સમયથી ટ્રેનિંગ લઈ રહ્યો છે. સની દેઓલની 'બોર્ડર 2' ફિલ્મમાં આ વખતે આખી નવી ટીમ છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ વખતે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને સોનમ બાજવા પણ ફિલ્મમાં જોવા મળશે 

46 ફ્લોપ ફિલ્મ આપનાર અભિનેતા 


અભિનેતા સુનીલ શેટ્ટીએ વર્ષ 1992માં એક્શન ફિલ્મ 'બલવાન'થી એક્ટિંગની દુનિયાથી પ્રવેશ કર્યો હતો. તેણે તેના કારકિર્દીમાં ઘણી હિટ, બ્લોકબસ્ટર અને ફ્લોપ ફિલ્મો આપી છે. તેણે અત્યાર સુધી 46થી વધારે ફ્લોપ ફિલ્મ આપી છે. વર્ષ 1997ની ‘બોર્ડર’ ફિલ્મમાં સુનીલ પણ ફોજીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે તે તેના દીકરાને બોર્ડર 2માં જોવા માટે ઉત્સુક છે.  તાજેતરમાં સુનીલ શેટ્ટીની ફિલ્મ 'કેસરી વીર' રિલીઝ થઈ હતી, તે પણ ફ્લોપ થઈ હતી.