Entertainment

સોહમ શાહને લોટરી લાગી, તુમ્બાડ ટુનું અધધ 150 કરોડનું બજેટ

By GS TEAM
27 Sep 20251 min read
સોહમ શાહને લોટરી લાગી, તુમ્બાડ ટુનું અધધ 150 કરોડનું બજેટ

- મૂળ ફિલ્મની સફળતા ફળી ગઈ

- મૂળ ફિલ્મ ફક્ત પાંચ કરોડમાં બની હતી પરંતુ ટિકિટબારી પર  31 કરોડ કમાઈ હતી

મુંબઇ : સોહમ શાહની 'તુમ્બાડ' ફિલ્મના બીજા ભાગ માટે ૧૫૦ કરોડનું બજેટ નક્કી કરાયું હોવાનું કહેવાય છે. આ માટે સોહમ શાહે બોલીવૂડના કેટલાક ફાઈનાન્સિઅર્સનો સાથ મેળવ્યો છે. 

મૂળ ફિલ્મ પહેલાં રીલિઝ થઈ ત્યારે ખાસ ધ્યાન ખેંચી શકી ન હતી. પરંતુ બાદમાં ઓટીટી પર જોયા પછી લોકોએ તેને વખાણી હતી. આથી આ ફિલ્મને રી રીલિઝ કરાઈ હતી. તે વખતે તેણે ૩૧ કરોડની કમાણી કરી હતી.  ફક્ત પાંચ કરોડમાં બનેલી ફિલ્મે અનેકગણી કમાણી કરતાં હવે ફાઈનાન્સિઅર્સ સોહમ શાહને અનેક ગણું બજેટ આપવા તૈયાર થયા છે.  

સોહમ શાહે ફિલ્મ માટે તૈયારી શરુ કરી દીધી છે. ફિલ્મની રીલિઝ મોટાભાગે આવતાં  વર્ષે કરવામાં આવશે.