'તૂર્કી કે અઝરબૈજાનમાં નહીં કરું કોન્સર્ટ...', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સિંગરે સોગંદ લીધા
India Pakistan Conflict: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન અને મિસાઈલથી હુમલા કરી રહ્યું છે. પાકિસ્તાનની આ નાપાક હરકતોમાં તેને તૂર્કી અને અઝરબૈજાન સાથ આપી રહ્યું છે. પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે જે હથિયારોનો ઉપયોગ કર્યો છે તે, મેડ ઈન તૂર્કી છે. આવી સ્થિતિમાં હવે ફેમસ સિંગર વિશાલ મિશેરાએ મોટો નિર્ણય કર્યો છે. વિશાલ મિશ્રાએ સોગંદ લીધા છે કે, 'હવે હું ક્યારેય પણ તૂર્કી અને અઝરબૈજાન નહીં જઈશ અને ત્યાં કોઈ કેન્સર્ટ નહીં કરું.'
Never ever going to #Turkey and #Azerbaijan ! No leisure no concerts ! Mark My Words ! Never !!
— Vishal Mishra (@VishalMMishra) May 9, 2025
તૂર્કી કે અઝરબૈજાનમાં નહીં કરું કોન્સર્ટ
વિશાલ મિશ્રાએ બંને દેશો પર ભડકતા પોતાના X હેન્ડલ પર લખ્યું કે, હું ક્યારેય તૂર્કી કે અઝરબૈજાન નહીં જાઉં. કોઈ રજા માટે નહીં, કોઈ કોન્સર્ટ માટે નહીં. મારી વાત યાદ રાખજો. હું ક્યારેય નહીં જાઉં. વિશાલ મિશ્રાની આ પોસ્ટ ત્યારે આવી જ્યારે વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી કે પાકિસ્તાની સેનાએ 8 મેની રાત્રે ભારતીય શહેરો પર હુમલો કરવા માટે તૂર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
તૂર્કીમાં બનેલા 'અસિસગાર્ડ સોંગાર' મોડેલનો હુમલામાં ઉપયોગ
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવેલા ડ્રોનના કાટમાળની પ્રાથમિક ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે તૂર્કીમાં બનેલા 'અસિસગાર્ડ સોંગાર' મોડેલ હતા. ત્યારબાદ અન્ય ઘણા સેલેબ્સે પણ તૂર્કી ન જવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સ તૂર્કીને બૉયકોટ કરવાની વાત કરી રહ્યા છે.