app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર 'મિશન મજનૂ'નું પોસ્ટર થયું રિલીઝ, જુઓ એક્ટરનો દમદાર લૂક

Updated: Dec 13th, 2022


- આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા એક ભારતીય RAW એજન્ટની ભૂમિકામાં જોવા મળશે

- આ ફિલ્મ 20 જાન્યુઆરીના રોજ  નેટફ્લિક્સ પર રિલીઝ થશે

- 'મિશન મજનૂ' ફિલ્મ 1970ના દાયકાની વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે

મુંબઈ, તા. 13 ડિસેમ્બર 2022, મંગળવાર

બોલિવુડના જાણીતા ફિલ્મ મેકર રોની સ્ક્રૂવાલા આ દિવસોમાં પોતાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'મિશન મજનૂ' માટે ચર્ચામાં છે. રોનીની આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા એક ભારતીય RAW એજન્ટની ભૂમિકા નિભાવતા જોવા મળશે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મની રિલીઝ ડેટ થોડા દિવસ અગાઉ જાહેર કરવામાં આવી હતી, ત્યારે આજે મેકર્સે ફિલ્મનું પ્રથમ પોસ્ટર રીલીઝ કર્યું છે. આ પોસ્ટર દ્વારા ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનો લુક પણ સામે આવ્યો છે. તેની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. 

નેટફ્લિક્સે પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર શેર કર્યું છે. સાચી ઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મ ભારતના સૌથી મહત્વપૂર્ણ મિશનમાંથી એકની વાર્તાને ઉજાગર કરશે. શાંતનુ બાગચી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 20 જાન્યુઆરીના રોજ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. 

ફિલ્મના પોસ્ટરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ભૂરા રંગના પઠાણી સૂટ અને જેકેટ પહેરેલા જોવા મળે છે. એક્ટરના હાથમાં બંદૂક સાથે જોવા મળે છે. નેટફ્લિક્સ પર પોસ્ટર શેર કરતા તેમણે કેપ્શન લખ્યું હતું કે, 'એક જાંબાઝ એજન્ટ કી અનસુની કહાની. મિશન મજનૂ, 20 જાન્યુઆરીથી માત્ર નેટફ્લિક્સ પર.' મેકર્સના અનુસાર 'મિશન મજનૂ' દર્શકોને વફાદારી, પ્રેમ, બલિદાન અને વિશ્વાસઘાતની ભાવનાઓ દ્વારા એક એક્શનથી ભરપૂર સફર પર લઈ જશે જ્યાં એક ખોટું પગલું મિશનને બગાડી શકે છે.

સિદ્ધાર્થની આ એક્શનથી ભરપૂર ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો તે પાકિસ્તાનની ધરતી પર ભારતના સૌથી મહત્વપૂર્ણ RAW ઓપરેશન પર આધારિત છે. આ ફિલ્મમાં 1970ના દાયકાની વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. 'મિશન મજનૂ' દેશના એવા બહાદૂર સૈનિકોની વાર્તા લોકો સામે લઈને આવશે, જેમણે દેશ સેવામાં પોતાનો જીવની આહુતી આપી દે છે પરંતુ તેમની વાર્તાઓ ક્યારેય કોઈની સામે નથી આવતી. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રશ્મિકા મંદાના જોવા મળશે. 

Gujarat