સિદ્ધાંત અને સારા તેંડુલકરનો પ્રેમ પાંગરે તે પહેલાં જ બ્રેક અપ
- નવ્યા બાદ સારા સાથે પણ સિદ્ધાંતનો સંબંધ ન ટક્યો
- સિદ્ધાંત અને સારાના પરિવારો પણ તાજેતરમાં મળ્યાં હતાં, હવે અચાનક બ્રેક અપ
મુંબઈ : બોલીવૂડનો એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી અને ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા વચ્ચેના સંબંધો પાંગરે તે પહેલાં જ તેનો અંત આવી ગયો હોવાની અટકળો વહેતી થઇ છે.સારાનું નામ અગાઉ ક્રિકેટર શુભમન ગીલ સાથે પણ જોડાયું હતું. જો કે, શુભમન ગીલે સારા સાથેના સંબંધોને અફવા ગણાવી હતી. બીજી તરફ સિદ્ધાંત ચતુર્વેદીનું નામ નવ્યા નવેલી નંદા સાથે જોડાયું હતું પણ ગયા વર્ષે બંને અલગ પડી ગયા હતા.
પખવાડિયા અગાઉ જ આ બંને જણાં એકમેકને ડેટ કરી રહ્યા હોવાની વાતો હેડલાઇન્સમાં ચમકી હતી. જો કે, અચાનક બંને જણાંએ તેમના સંબંધોનો અંત લાવી દેતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
બંને જણાંના પરિવાર તાજેતરમાં મળ્યા હતા. પણ બંને જણાંના સંબંધો પુરા કરવા પડે તેવું શું બન્યું હશે તે જાણી શકાયું નથી.