શ્રદ્ધાની સતી પ્રથા પરની પહાડપાંગિરાનું આવતાં વર્ષે શૂટિંગ

- શ્રદ્ધા ફિલ્મની ક્રિએટિવ પ્રોડયૂસર પણ હશે
- અનિલ બર્વે રાહીની આ ફિલ્મ શ્રદ્ધાએ છોડી દીધી હોવાની અટકળો ખોટી પડી
મુંબઇ : શ્રદ્ધા કપૂરે સતી પ્રથા પરની ફિલ્મ 'પહાડપાંગિરા' છોડી દીધી હોવાની અટકળો હતી. પરંતુ, હવે અપડેટ મુજબ શ્રદ્ધાએ ફિલ્મ છોડી નથી અને તે આવતાં વર્ષથી આ ફિલ્મનું શૂટિંગ કરવાની છે.
તે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત ક્રિએટિવ પ્રોડયૂસર તરીકે પણ કામ કરશે. ફિલ્મમાં સતી પ્રથાના સંદર્ભમાં ફેમિનિમિઝમનો સબ્જેક્ટ હોવાનું કહેવાય છે. આ ફિલ્મ પણ કેટલીક લોકકથાઓ આધારિત હશે.
'તુમ્બાડ' ફિલ્મ બનાવનારા અનિલ રાહી બર્વે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે.
થોડા મહિના પહેલાં એવી ચર્ચા હતી કે શ્રદ્ધાએ તારીખોની સમસ્યાને કારણે આ ફિલ્મ છોડી દીધી છે. જોકે, હવેની ચર્ચા મુજબ શ્રદ્ધાએ ફિલ્મ છોડી નથી પરંતુ તે તત્કાળ શૂટિંગ કરી શકે તેમ નથી. આથી આ ફિલ્મનું શૂટિંગ શિડયૂલ આવતાં વર્ષના મધ્યભાગમાં ગોઠવાયુું છે.








